News of Friday, 2nd August 2024
પોરબંદરમાં વ્યાજ સહિત ૧.૪૧ કરોડ ચુકવી દીધા છતાં
ઉઘરાણી ચાલુ રાખીઃ બળજબરીથી મકાન ઉપર કબજો કર્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રઃ પરેશનગરમાં રહેતા હર્ષાબેન કિશોરભાઇ પ્રજાપતિએ વ્યાજે લીધેલા ૧પ લાખની રકમ વ્યાજ સહિત કુલ ૧.૪૩ લાખ ચુકવી દીધા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખીને ધમકી આપીને બળજબરીથી મકાન ઉપર કબજો કરી લીધાની પાંચ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદી હર્ષાબેન કિશોરભાઇ પ્રજાપતિએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી જણાવેલ છે કે આરોપી બાલુભા પોપટભાઇ સોલંકી, દેવા ગરેજા, ભોજા ગોઢાણિયા, જયપાલસિંહ જાડેજા તથા યશપાલસિંહને ૩ ટકા વ્યાજે લીધેલા ૧પ લાખ વ્યાજ સહિત ૧.૪૧ કરોડ ચુકવી દીધા હતાં. છતાં આ પાંચેય શખ્સોએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી અને અવારનવાર મારી નાખવાની ધમકી આપીને અમારા મકાનમાં ઘરના સભ્યોને બહાર કાઢીને મકાન ઉપર કબજો કરી લીધો છે.
કમલાબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી. દેસાઇ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
