<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ગિરનાર તળેટીમાં ઇન્‍દ્રેશ્વર મહાદેવ પાસેનો હસ્‍નાપુર ડેમ વોટર કન્‍ઝર્વેશન પ્રોજેક્‍ટ અંતર્ગત વોટર ક્રેડીટ મેળવનાર એશિયામાં પ્રથમ

જુનાગઢ મહાનગર પાલિકાને યુનિવર્સલ કાર્બન રજીસ્‍ટર સંસ્‍થા દ્વારા ૯૦ લાખ વોટર ક્રેડીટ મળતા શુભેચ્‍છા પાઠવતા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ડેમનો વિસ્‍તાર ૮.૮૬ ચો. માઈલ છે, કુલ પાણીની સંગ્રહ ક્ષમતા ૨૯૬.૭૬ એમ.સી.એફ.ટી. : હસ્‍નાપુર ડેમ પ્રોજેક્‍ટ થકી ૧૦૦ વોટર ક્રેડીટના વેચાણથી રૂ.૨૫,૦૦૦ ની પ્રારંભિક આવક : રેઈન વોટર હાર્વેસ્‍ટિંગ,વેસ્‍ટ વોટર ટ્રીટમેન્‍ટ,સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ,અન્‍ય એલીજીબલ પ્રોજેક્‍ટ અમલી

 (વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૨ : જૂનાગઢ નગરપાલિકાની પહેલથી વોટર કન્‍ઝર્વેશન પ્રોજેક્‍ટ દ્વારા સમગ્ર એશિયામાં વોટર ક્રેડિટ મેળવી પ્રથમ નંબરે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આમ તો કુદરતી વનસંપદા અને ગરવા ગિરનારને કારણે જૂનાગઢ જગવિખ્‍યાત છે. ગિરિમાળા વચ્‍ચે પાણીના અનેકસ્ત્રોત ઉપલબ્‍ધ છે, જે ગિરનારના કુદરતી સૌંદર્યને ચાર ચાંદ લગાવે છે. જેમાંનો એક હતાાપુર ડેમ કે જે ગિરનારન તળેટીમાં જંગલો વચ્‍ચે આવેલ છે તેણે પાણીનાસ્ત્રોત સાથે વોટર કન્‍ઝર્વેશનનું ઉત્તમ ઉદાહરણ પળરુ પાડ્‍યું છે.

પાણી એ કુદરતીસ્ત્રોત છે અને જીવનઆવશ્‍યક પણ ખરું, આવનારા સમયમાં પાણીનું મહત્‍વ સમજી સમગ્ર વિશ્વ પાણીના સંરક્ષણ અંગે જાગળત બની છે અને પ્રેરણા પુરી પાડવા માટે વિવિધ પ્રોજેક્‍ટ્‍સ અમલી બનાવ્‍યા છે. જેમાં યુનિવર્સલ કાર્બન રજિસ્‍ટ્રી દ્વારા એશિયા સ્‍તરે વોટર ક્રેડીટ વોટર કન્‍ઝર્વેશન હેઠળ રેઈન વોટર હાર્વેસ્‍ટિંગ,વેસ્‍ટ વોટર ટ્રીટમેન્‍ટ,સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ,અન્‍ય એલીજીબલ પ્રોજેક્‍ટ અમલી બનાવ્‍યા છે.

જુનાગઢ મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર શ્રી અલ્‍પેશ ભાઈ ચાવડા એ જણાવ્‍યું હતું કે,વોટર કન્‍ઝર્વેશન પ્રોજેક્‍ટ અંતર્ગત હતાાપુર ડેમ -ોજેક્‍ટ થકી વિપુલ માત્રામાં પાણીનો સંગ્રહ કરી ૯ વર્ષ ના ગાળામાં ૯૦ લાખ વોટર ક્રેડીટ પ્રાપ્ત કરેલ છે. આ પ્રોજેક્‍ટ ૯ વર્ષ પહેલા શરુ કરવામાં આવેલ છે.

 તા. ૩૦/૦૬/૨૦૨૩ના રોજ જુનાગઢ મહાનગરપાલિકા ખાતે યુનિવર્સલ કાર્બન રજીસ્‍ટર સંસ્‍થા દ્વારા પ્રમાણિત એજન્‍સી SQAC Certification Pvt. Ltd દ્વારા હતાાપુર ડેમનો પ્રોજેક્‍ટ રીપોર્ટ વેરીફાઈ કરી, નિયમાનુસાર  પ્રોજેક્‍ટના તમામ ટેકનીકલ પ્રમાણો ચકાસી, પ્રોજેક્‍ટ સ્‍થળ ખાતે સાઈટ વિઝીટ કરી, ઓડીટ કરી, પ્રોજેક્‍ટનું મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યુ હતું. તેમજ જુનાગઢ મહાનગરપાલિકાને એશિયા સ્‍તરે વોટર ક્રેડીટ મેળવનાર પ્રથમ નંબરની સંસ્‍થાનું બિરુદ આપવામાં આવ્‍યુ હતુ.

હતાાપુર ડેમ ૧૯૬૧ પહેલા સિંચાઇ વિભાગ હસ્‍તક હતો. ૧૯૬૧થી મહા નગરપાલિકા(ત્‍યારે નગરપાલિકા)ને સોપવામાં આવ્‍યો હતો.

 આ અંગે વધુમાં કમિશનર  ડૉ.ઓમ પ્રકાશ દ્વારા વધુમાં જણાવતાં યુનિવર્સલ કાર્બન રજીસ્‍ટર સંસ્‍થા દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાને વોટર ક્રેડીટ આપવામાં આવેલી, આટલું જ નહીં આ ક્રેડિટને માર્કેટમાં ગ્રીન ઓર્ચીડ વડોદરા સંસ્‍થા દ્વારા ૧૦૦ ક્રેડિટ ખરીદ કરી રૂ.૨૫,૦૦૦ નો રોકડ રકમનો ચેક પણ અર્પણ કરવામાં આવ્‍યો છે.  ભવિષ્‍યમાં જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોટર ક્રેડિટ પ્રોગ્રામ હેઠળ રેઈન વોટર હાર્વેસ્‍ટિંગ,વેસ્‍ટ વોટર ટ્રીટમેન્‍ટ,સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ,અન્‍ય એલીજીબલ પ્રોજેક્‍ટ જેવા અલગ અલગ પ્રોજેક્‍ટમાં વધારાની ક્રેડિટ મેળવવા આયોજન કરવામાં આવેલ છે. તેમ જન સંપર્ક અધિકારી મહાનગર પાલિકા,જુનાગઢની યાદીમાં જણાવાયું છે

(1:19 PM IST)