<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ઉનાના વાંસોજ ગામે નિંદ્રાધીન વૃદ્ધની ઘરની ઓસરીમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા

મૃતકના પુત્રની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી હત્યારાની શોધખોળ શરૂ કરી

ઉના તાલુકાના વાંસોજ ગામે નિંદ્રાધીન વૃદ્ધની તેના ઘરની ઓસરીમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવતા સતસનાટી મચી ગઇ છે. રાત્રે વૃદ્ધની હત્યા થતા ગામમાં ચકચાર મચી જવા પામી છે, ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, આ મામલે મૃતકના પુત્રની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી હત્યારાની શોધખોળ શરૂ કરી છે

(2:02 PM IST)