<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

મોરબી : ABVP દ્વારા બસના અનિયમિત સમયને મુદે નવા બસસ્‍ટેન્‍ડ ખાતે ઉગ્ર રજૂઆત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨: મોરબી ખાતે એસ.ટી બસના અનિયમિત સમયને કારણે વિધાર્થીઓને મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. મોરબીના નવા બસ સ્‍ટેન્‍ડ ખાતે મોરબી - રાસંગપર રૂટ પર ચાલતી બસની અનિયમીતતા ને કારણે વિધાર્થીઓ સમયસર ઘરે પહોંચી શકતા નથી ઉપરાંત આ રૂટ પર ૧૦૦ કરતાં પણ વધુ વિદ્યાર્થી હોવા છતાં ફક્‍ત એક જ બસની સુવિધા એસ.ટી ડેપો દ્વારા પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વાર વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ડેપો ABVPની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા નવા બસ સ્‍ટેન્‍ડ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી. જેથી એસ.ટીના કર્મચારીઓ દ્વારા બસના સમયને નિયમિત કરવાની અને આ રૂટ પર બીજી બસની સુવિધા પુરી પાડવાની બાહેંધરી આપવામાં આવી હતી.

(1:23 PM IST)