News of Friday, 2nd August 2024
રવિવારે જેતપુર સ્વામિનારાયણ મંદિરે હિંડોળા દર્શનનું એસ.પી. હર્ષદ મહેતાના હસ્તે ઉદ્દઘાટન, સાંજે નિલકંઠચરણદાસજીની સભા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨: શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન જેતપુર ના મહંત પરમ પૂજય સદગુરૂ શ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામી દ્વારા ચાતુર્માસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી તા.૪-૮-૨૦૨૪ ને રવિવારના રોજ ભવ્ય હિંડોળા ઉત્સવ નો પ્રારંભ કરવામાં આવશે, હિન્દુ સનાતન ધર્મનાં શાષા અનુસાર ચાતુર્માસ દરમિયાન ભગવાન ને રાજી કરવા માટે અનેક પ્રકારના વ્રત ઉપવાસ કરવામાં આવે છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જે ભગવાન શ્રી સ્વામિનારાયણ ની આજ્ઞા છે કે અમારા આશ્રિતોએ ચાતુર્માસ દરમિયાન શાષામાં આપેલા વિવિધ પ્રકારના નિયમો લેવા અને શ્રાવણ માસ દરમિયાન વિશેષ પણે નિયમો લેવા અને બીલીપત્ર દ્વારા શિવજીનું પુજન અર્ચન કરવું દુધ અને અન્ય અવસધો દ્વારા શિવજીનું પુજન કરવું અથવા પવિત્ર બ્રાહ્મણ દ્વારા શિવજીનું પુજન કરાવવું એમ શાષા અનુસાર ઠાકોરજીને હિંડોળે ઝૂલાવવા માટેનો પણ એક મહોત્સવ ઉજવાય છે જે અનુસાર શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન જેતપુરના મહંત પરમ પૂજ્ય સદગુરૂ શ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામી દ્વારા તા ૪-૮-૨૪ને રવિવારે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન હિંડોળા ઉત્સવ નું ઉદઘાટન કરવામાં આવશે.
ઉદઘાટન કરતાં શ્રી પરમ પૂજ્ય સદગુરૂ શ્રી નિલકંઠ ચરણદાસજી હર્ષદભાઈ મહેતા એસપી શ્રી જુનાગઢ તેમજ અતીથી વિશેષ પુર્વ મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા ધારાસભ્ય શ્રી જેતપુર તેમજ આમંત્રણ માન આપીને પધારેલા સંતો અને મહેમાનો અને આ હિંડોળા ઉત્સવ એક મહિના સુધી ચાલુ રહેશે જેમાં અનેક પ્રકારના હિંડોળે ઠાકોરજીને ઝુલતા દર્શન કરવા અને ઠાકોરજીને ઝુલાવવાનો લાભ લેવા જેતપુર તેમ જ આસપાસના વિસ્તારોમાં રહેતાં હરિભક્તો અને ધર્મપ્રેમી ભક્તો લાભ લેવા પધારવા આમંત્રણ આપવામાં આવે છે તેમ જણાવ્યુ છે
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
