<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ગુજરાત રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લીગલ એઇડ ડિફેન્‍સ કાઉન્‍સેલ તરીકે જોડાઇ શકાશે

DLSA દ્વારા સંચાલિત LADC કચેરીમાં ૫ આસિસ્‍ટન્‍ટ લીગલ એઇડ કાઉન્‍સીલને એમ્‍પેનલ કરવામાં આવશે

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા. ૨ : નામદાર નેશનલ લીગલ સર્વિસસ ઓથોરિટી (સુપ્રીમ કોર્ટ) - ન્‍યુ દિલ્‍હી અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના નિર્દેશ અનુસાર લીગલ એઈડ ડિફેન્‍સ કાઉન્‍સેલની સ્‍થાપના ખંભાળિયા સ્‍થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા ન્‍યાયાલય ખાતે તારીખ : ૦૭/૦૧/૨૦૨૩ થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં વકીલશ્રીઓ દ્વારા ડિફેન્‍સ તરીકે કેસો લડવામાં આવતા હોય છે. હાલ માં ખંભાળીયા ખાતે કાર્યરત LADC કચેરી માં ૦૫ આસિસ્‍ટન્‍ટ લીગલ એઈડ કાઉન્‍સીલ ની જગ્‍યા હોય જેથી તેમની નિમણૂક કરવા અંગે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. જેમાં સંભવતઃ જિલ્લાના ખંભાળિયા, ભાણવડ, કલ્‍યાણપુર, દ્વારકા અને ઓખા ખાતે આવેલી અદાલતમાં આસિસ્‍ટન્‍ટ લીગલ એઈડ કાઉન્‍સીલ ની નિમણુંક કરવામાં આવશે જેથી તાલુકા મથકે પ્રેક્‍ટિસ કરતા વકીશ્રીઓને પ્રાધાન્‍ય આપવામાં આવશે.

જે અન્‍વયે ઈચ્‍છુક વિદ્વાન વકીલોએ સદર જાહેરાત માટેની ગાઈડ લાઈનનો પૂર્ણ અભ્‍યાસ કરી પોસ્‍ટની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ : ૦૫ ઓગસ્‍ટ ૨૦૨૪ સુધીમાં DLSA કચેરીમાં નિયત કરેલા અરજી ફોર્મમાં વિગતવાર માહિતી ભરી જમા કરાવવાનું રહેશે.

આસીસ્‍ટંટ લીગલ એઈડ ડિફેન્‍સ કાઉન્‍સેલઓએ આરોપી પક્ષે મેજિસ્‍ટ્રેટ કોર્ટ માં ચાલતા ક્રિમિનલ કેસો, રિમાન્‍ડ , બેઈલ, જેલ મુલાકાત, લીગલ રિસર્ચ, પ્રિ અરેસ્‍ટ સ્‍ટેજમાં કાનૂની સહાય તથા LADCᅠ ના ચીફ અને ડેપ્‍યુટી કાઉન્‍સિલ ને જરૂરી મદદ પૂરી પાડવાની રહેશે. તે ઉપરાંત DLSA કચેરી દ્વારા લીગલ અવેરનેસ અને આઉટરીચ એક્‍ટિવિટી માં સહભાગી થવાનું રહેશે

(1:48 PM IST)