News of Friday, 2nd August 2024
જુનાગઢ ગિરનારના 2100 પગથિયા પર અચાનક મોટી શિલા ધસી આવી, સદનસીબે જાનહાની થઈ નહીં, લોકોએ શિલા ખસેડવા મહેનત કરી
11 કેવી વિજ લાઇનને નુકશાન : પ્રવાસીઓ દ્વારા પથ્થરો દૂર કરીને ચાલવા જેટલો માર્ગ કરી દીધો : તંત્ર દ્વારા પણ કામગીરી

જુનાગઢ તા.૨ : ગિરનાર પર્વત ઉપર અવાર નવાર પથ્થરોની મોટી મોટી શીલાઓ ધસી પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગઈકાલે વહેલી સવારે અહીંના 2100 પગથીયા પર અચાનક એક મસમોટી પથ્થરની શિલા પગથીયા પર પડી હતી. જેને લીધે પગપાળા જતા યાત્રિકોને પારાવાર મુશ્કેલી અનુભવી પડી હતી. આ પછી ત્યાં સેવાભાવી લોકો અને પ્રવાસીઓ દ્વારા શિલા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જે સ્થળે મસમોટી પથ્થરની શીલા પડી ત્યાંથી પસાર થતી 11 કેવીની લાઈનને નુકશાન થયું જોવા મળી રહ્યું હતું. લાઈન દબાઈ ગયેલ હતી, પથ્થરની શીલા નીચે PGVCLની લાઈન દબાઈ ગયેલ છે, અહીં 11 કેવીનું કામ ચાલી રહ્યું છે. હાલ તો યાત્રિકો પથ્થર કુદી કુદીને પગથીયા પસાર કરી રહ્યા છે, જેથી વહેલી તકે આ શીલાને અહીંથી દુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. શીલાનો અમુક ભાગ અમુક યાત્રિકોએ મહામહેનતે દુર કર્યો હતો. અને થોડો ચાલવા જેવો રસ્તો શરુ થયો હતો.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
