તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 2nd August 2024
મોરબીના ભડિયાદ કાંટા પાસે તંત્રએ ડીમોલીશન કર્યું, કાચા-પાકા દબાણો દુર કરવામાં આવ્યા.
જેસીબીની મદદથી કાચા અને પાકા દબાણો દુર કરાયું :

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી પંથકમાં અનેક સ્થળોએ દબાણો ખડકી દેવામાં આવ્યા હોય ત્યારે છાશવારે તંત્ર દબાણો હટાવવાની કામગીરી કરતું હોય છે જેમાં આજે ભડિયાદ કાંટા પાસે ડીમોલીશન કરી દબાણો દુર કરવામાં આવ્યા હતા
મોરબી ગ્રામ્ય મામલતદારના માર્ગદર્શન હેઠળ આજે દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ કાંટા પાસે તંત્રએ ડીમોલીશન કર્યું હતું જ્યાં જેસીબીની મદદથી કાચા અને પાકા દબાણો દુર કરવામાં આવ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
