News of Friday, 2nd August 2024
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૨૩ ઓગસ્ટના મળશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા. ૨૩/૦૮/૨૦૨૪ ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલ તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેવું મોરબી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચરની યાદીમાં જણાવાયું છે
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
