તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 5th August 2024
પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાનો કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયાને પત્રઃ તમારા મત વિસ્તારમાં ટોલટેક્ષનો અન્યાય બંધ કરાવો
જુનાગઢ અને પોરબંદર મત વિસ્તારની જનતા માથે જ કેમ ટોલટેક્ષનો ભયાનક માર?: જામનગર-અમરેલી, રાજકોટ જીલ્લાના મતદારોને જીલ્લા કે રાજય કક્ષાએ જતા ટેક્ષનો માર નથી તેવું જણાવ્યું : મંત્રી પોતાના જ મત વિસ્તારમાં કેન્દ્ર સરકારનો અન્યાય દૂર કરાવશે ખરા? તેવો પ્રશ્ન

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર તા. પ :.. માણાવદર મત વિસ્તારના પૂર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ કેન્દ્રીય મંત્રીશ્રી અને પોરબંદરના સાંસદ શ્રી મનસુખભાઇ માંડવીયાને એક લેખિત પત્ર ટોલટેક્ષના અન્યાય સામે લખતા સનસનાટી ભર્યા પત્રએ ચકચાર મચાવી છે કેમ કે કેન્દ્રીય સરકારનો કેન્દ્રીય મંત્રી અને પોતાના જ મત વિસ્તારની જનતા સાથે અન્યાય થાય તે ચોકવનારૂ ગણાય.
પત્રમાં લખેલ છે કે આ વિસ્તાર સાવ નવો જ છે આપના માટે તેવા પ્રશ્નો પ્રત્યે અજાણ જ હોય આપને અમારા વિસ્તારની સમસ્યાઓથી માહિતગાર કરી સત્વરે અન્યાય ને દૂર કરવા માંગ છે. આને મંત્રીશ્રી જાણીને આઘાત અને આヘય થશે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં આપના જ મતક્ષેત્રના એટલે કે પોરબંદર અને જુનાગઢ લોકસભાના વિસ્તારના લોકો જયારે પોતાની રજૂઆત તાલુકા-જીલ્લા કે રાજય કક્ષાએ કરવા જાય તો અસહ્ય ટોલટેક્ષ ભરવો પડે છે.
જે સરાસર અન્યાય છે. સોૈરાષ્ટ્રના અન્ય લોકસભા વિસ્તારના લોકો જેમ કે જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર જીલ્લાના મતદારોને પોતાની રજુઆત તાલુકા/ જીલ્લા/ રાજય કક્ષાએ જતી વેળાએ ટોલટેક્ષનો માર પડતો નથી.
દુઃખની વાત એ છે કે આ ઓરમાયું વર્તન અને અન્યાય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહયો છે. તે પણ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ પોરબંદર મત વિસ્તારમાં પણ છે. આપ તો ત્યાં હોદા ઉપર બીરાજો છો તેવા સંજોગોમાં સમસ્યાનો હલ તુરંત કરવા આપ સમર્થ છો. તેથી હાલ સ્થાનિક લોકો આ સમસ્યાને લઇને અત્યંત રોષ તથા પીડા જોઇને આપનું આ મુદા માટે ધ્યાન દોરવા પ્રેરાયો છું. સામાન્ય નાગરીક રોજબરોજ પોતાની સમસ્યાની રજુઆત કરવા જેવી પાયાની બાબતો માટે પણ કેટલો અન્યાય ટોલટેક્ષના સ્વરૂપમાં સહન કરે છે તે આ સાથે ટોલટેક્ષના આંકડા છે.
પોરબંદર સાંસદના મતવિસ્તાર રાજય કક્ષાએ જતા રૂા.૨૯૦/- ટેક્ષ ભરવો પડે- વેરાવળથી જતા ૩૦૫/- ટોલટેક્ષ ભરવો પડે છે. વધુ જણાવ્યુ કે હું પોતે સક્ષમ છું ટોલટેક્ષ ભરવા અને ભરી રહયો છું હું મંત્રી કે એમલેએના બોર્ડનો ઉપયોગ કરતો નથી પરંતુ સામાન્ય જનતાનું શું? તેમ મંત્રી જવાહરભાઇ ચાવડાએ પત્રમાં જણાવ્યું છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
