તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 5th August 2024
કે.ડી.પી. હોસ્પિટલને બદનામ કરવાનું ષડયંત્ર છેઃ ડો.ભરતભાઇ બોઘરા

આટકોટ તા.૫: આ સમગ્ર ઘટનામાં કયાંક ને કયાંક અમારા હિત શત્રુઓ હું તો એમ કહીશ કે આ વિસ્તારના હિત શત્રુઓ કે.ડી.પી.હોસ્પિટલને જોડવાનો પ્રયાસ કરે છે ત્યારે મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે અઢી વર્ષમાં આ હોસ્પિટલમાં અઢી લાખ લોકોએ સારવાર લીધી છે રોજ ૫૦૦ થી ૭૦૦ દર્દીઓની ઓ.પી.ડી.થાય છે ૩૦ જેટલા ઓપરેશન થાય છે આ દરમિયાન રોજ ૧૫૦૦ લોકોની હોસ્પિટલમાં અવરજવર થતી હોય છે કયા લોકોએ કોની સાથે વાત કરી એ સંસ્થા ધ્યાન નથી રાખી શકતી હોતી પરંતુ એ વાત ચોક્કસ છે કે હોસ્પિટલના કોઈ રૂમમાં કે હોસ્પિટલમાં કોઈ દુષ્કર્મની ઘટના બની નથી આમ છતાં આ ઘટનાની પોલીસ તપાસ ચાલુ હોય દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પરંતુ આરોગ્ય મંદિરને બદનામ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તે ખુલ્લું થશે અને આ પંથકની પ્રજા ષડયંત્રકારોને માફ નહીં કરે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
