તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 5th August 2024
શ્રાવણ મહિનામાં સોમનાથ જનારા શિવભક્તો માટે મહત્વની જાણકારી :જાણો મંદિરની આરતી અને દર્શનનો શું છે સમય ?
ચાલી ન શકે તેવા લોકો માટે છે વ્યવસ્થા : મંદિરની નજીકના સ્થળો જોવા માટે શું સુવિધા છે? ટ્રસ્ટના ગેસ્ટ હાઉસમાં ઓનલાઈન રૂમ બૂક માટે શું કરશો ? એરપોર્ટ અને રેલવે સ્ટેશન નજીક કયું છે?

સોમનાથ :શ્રાવણ મહિનો આજથી શરૂ થયો છે. એમાય આજે પ્રથમ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. શિવાલયોમાં ભીડ હોય તે સ્વાભાવિક છે. ત્યારે સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે સોમનાથ મંદિરની આરતીના સમયની તેમજ દર્શનના સમય વિશે જાણો માહિતી .
સોમનાથ મંદિરની વેબસાઈટ પર જણાવવામાં આવેલી માહિતી મુજબ મંદિરમાં ભક્તો માટે દર્શનનો સમય સવારે છથી રાતના 10 વાગ્યા સુધી છે. જ્યારે સવારની આરતી 7 વાગ્યે થાય છે. બીજી આરતી બપોરના 12 વાગ્યે અને સંધ્યા આરતી 7 વાગ્યે થાય છે. ઋતુના ફેરફાર પ્રમાણે આરતીના સમયમાં પણ થોડો ફેરફાર થતો હોય છે. સાઈટ અને સાઉન્ડ શો રાતના 8થી 9 યોજાય છે.
ચાલી ન શકે તેવા લોકો માટે કોઈ વ્યવસ્તા છે? ચાલી ન શકે તેવા વ્યક્તિ અને સિનિયર સિટીઝન માટે વ્હિલ ચેર અને ગોલ્ફ કાર્ડની વ્યવસ્થા મંદિર પરિષરમાં છે.
સોમનાથ મંદિરની નજીકના સ્થળો જોવા માટે કોઈ સુવિધા છે? મંદિરના મુખ્ય દ્વાર પરથી તિર્થ દર્શન બસની સુવિધા છે. જે નજીકના સ્થળો પર લઈ જાય છે. જેનો સમય સવારે 8.30 વાગ્યે અને બપોર પછી 3.30 વાગ્યાનો છે.
મંદિરમાં પ્રવેશવાની કોઈ ફી છે?ના, મંદિરમાં ફ્રીમાં તમામ શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવે છે.
ઓનલાઈન દર્શનની સુવિધા છે? મંદિરની www.somnath.org વેબસાઈટ પર ઓનલાઈન દર્શન કરી શકો છો.
શ્રી સોમનાથ ટ્રસ્ટના ગેસ્ટ હાઉસમાં ઓનલાઈન રૂમ બૂક કરી શકાય ? www.somnath.org વેબસાઈટ દ્વારા સાગર દર્શન અતિથી ગૃહ, લિલાવતી અતિથિ ભવન અને મહેશ્વરી અતિથિ ભવનમાં રૂમ બૂક કરી શકો છો.
નજીકનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન કયું છે?નજીકનું એરપોર્ટ દીવ 85 કિમી. રાજકોટ 200 કિમી.
નજીકનું રેલવે સ્ટેશન સોમનાથ 0.5 કિમી. વેરાવળ- 7 કિમી.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
