<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

જુનાગઢ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે સિધ્‍ધેશ્‍વર મહાદેવને ડાયમંડ રજત સુવર્ણ જડીત સિલ્‍વર વાઘા

જુનાગઢઃ જવાહર રોડ સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે ચેરમેન પી. પી. સ્‍વામી અને કોઠારી પ્રેમસ્‍વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસની ઉજવણી થઇ રહી છે. જેમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ડાયમંડ વાઘાના પ્રેરક પરમ પુજય સદગુરૂ પુરાણી ધર્મચરણદાસજી નવાગઢના આશિર્વાદથી યજમાન નરેશભાઇ ડોબરીયાની સેવાથી પ્રથમ વાર સિધ્‍ધેશ્‍વર મહાદેવને ડાયમંડ રજત સુવર્ણ જડીત સિલ્‍વર વાઘા ધારણ કરાવાયા હતા ત્‍યારે બહોળી સંખ્‍યામાં દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા તેમ પ્રફુલભાઇ કાપડીયા એ જણાવ્‍યું હતું. (અહેવાલઃ વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:44 AM IST)