<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

કેશોદ વિસ્‍તારમાં સતત વરસાદના કારણે મગફળી પીળી પડવા માંડી

 

(વિનુભાઇ દેવાણી દ્વારા) તા. ૬: છેલ્લા લગભગ એકાદ માસથી આ વિસ્‍તારોમાં વરસી રહેલા વરસાદના કારણે મગફળી નો ઉભો પાક પીળો પડવા માંડિયો છે ગણત્રીના દિવસોમાં વરાપના નીકળેતો મગફળીના પાકને ઊગાવામાં ભારે નુકસાન થાય તેમ અનુભવીઓ કહી રહ્યા છે.

આ વિસ્‍તારમાં ચોમાસાનો મુખ્‍ય પાક મગફળી છે અને ૯૦ દિવસનો આ પાક ચાલીસ ઇંચ જેવો વરસાદ થઇ જાય તો આ પાક માટે પુરતો છે. અને સારામાં સારૂ વરસાદ ગણાય

પરંતુ આ વરસે કુદરતની લીલા કોઇક અકળ છે ચોમાસાની સીઝનના ૮૦ દિવસમાંથી હજુતો ૪૫ દિવસ પસાર થાય છે ત્‍યાં વરસાદનો આકડો પંચાવન ઇંચને આંબી ગયો છે. મગફળી ના પાકની વાવણી થયા બાદ તુરત જ લગભગ ૧૩ ઇંચ જેવો વરસાદ થયો હતો વાવણી ઉપર ૧૩ ઇંચ જેવો વરસાદ થાય તે બહુ મોટ વાત છે?

આ વરસાદ થયા બાદ વરસાદ સતત ચાલુ જ છે ભાગ્‍ય જે એકાદ દિવસ એવો ગયો હશે કે મેધરાજા હવે હાજરી પુરાવી ના હોય અને તેના સીધા પરીણામ રૂપે સીઝનના આજ સુધીના વરસાદનો આંકડો પંચાવન ઇંચને આંબી ગયો છે હજુ તો લગભગ અડધુ ચોમાસુ બાકી છે. અને આ દિવસો દરમિયાન વશય અર્યાતતડકો નીકળયોજ નથી

કુદરતી વાતાવરણની સીધી અસર મગફળીના પાક ઉપર દેખાવા  માંડી છે મગફળીનો પાક પીળો પડયા માંગયો છે જાણકારોઆ સ્‍થિતિ પાકના ઊગાવા માટે ગંભીર ગણાવી રહ્યા છે. પાકને બચાવવા માટે વરાપની તાત્‍કાલીક જરૂર છે

(11:45 AM IST)