તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Tuesday, 6th August 2024
વિસાવદર પાસેના બારવાણીયા નેસના વૃધ્ધનું દીપડાએ ફાડી ખાતા મોત
મરનાર વૃધ્ધ ઘરેથી ગુમ થયા બાદ મૃતદેહ મળ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૬: વિસાવદર પાસેના બારવાણીયા નેસના વળદ્ધનું દીપડાએ ફાડી ખાતા મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
વિસાવદર ના જંગલ વિસ્તારમાં આવેલ બારવાણીયા નેસમાં રહેતા માયાભાઈ પાચાભાઈ મુછાળ ઉ. વ. ૯૦ ગામના વળદ્ધ ૩૧ જુલાઈના રોજ ઘરેથી ગુમ થઈ ગયા હતા વિસાવદર પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
આ દરમિયાન ગુમ થયેલા વળદ્ધની શોધખોળ ચાલી રહી હતી તે વખતે વિસાવદર નજીક આવેલ કરમદડી નેસ જંગલ વિસ્તારમાંથી ગઈકાલે માયાભાઇનો મળતદેહ મળી આવ્યો હતો.
આ અંગેની જાણ થતા વન અને પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. તપાસ કરતા દિપડાએ વળદ્ધને ફાડી ખાતા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે વળદ્ધની લાશને પીએમ માટે જામનગર ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ વિસાવદર પંથકમાં વધુ એક વ્યક્તિને જંગલી જનાવરે મોતને ઘાટ ઉતારતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
