<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળછાયા વાતાવરણ-પવનના સૂસવાટા સાથે ઝાપટા યથાવત

સર્વત્ર મિશ્ર હવામાન યથાવત : દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ સહિત ભારે વરસાદ વાળા વિસ્‍તારોમાં વરાપની જરૂરીયાત

રાજકોટ, તા. ૬ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળછાંયા વાતાવરણ અને પવનના સુસવાટા સાથે સર્વત્ર ઝાપટા વરસી રહ્યા છે.

છેલ્લા ઘણા દિવસોથી સૂર્યનારાયણ ભગવાને દર્શન દીધા નથી જેના કારણે વધુ વરસાદ જે વિસ્‍તારોમાં પડેલ છે તે દેવભૂમિ દ્વારકા જુનાગઢ, ગીર સોમનાથ, કચ્‍છ સહિતના વિસ્‍તારોમાં હવે વરાપની જરૂર છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્‍યાણપુર, ભાણવડ, દ્વારકા,  ગીર સોમનાથના ગીરગઢડા, તાલાલા, પાટણ-વેરાવળ સુત્રાપાડા, કોડીનાર, ઉનામાં ઝાપટા પડયા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગર, જોડીયા, જામજોધપુર, હડીયાણા, નિકાવા, શેઠવડાળા, વાંસજાળીયા, ધુનડા, ધ્રાફા, પરડવા, પડાણા, ભણગોર, મોડપરમાં  ઝાપટા પડયા છે. લઘુતમ તાપમાન ર૭, મહતમ ૩૧, હવામાં ભેજ ૯પ ટકા અને પવનની ગતિ  ૭.૬ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

(11:59 AM IST)