તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર શ્રૃંગાર : પાલખીયાત્રામાં ભાવિકોની ભીડ
શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ અને સોમવારનો સંયોગ હોવાથી શિવજીના દર્શન કરીને ભાવિકો ધન્ય

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૬ : શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યા પર સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શળંગાર કરવામાં આવ્યો હતો.
સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ પ્રતિપદા એટલેકે એકમ પર સોમનાથ મહાદેવને જન કલ્યાણની પ્રાર્થના સાથે બિલ્વપત્ર શળંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને બિલ્વપત્રોથી શળંગાર કરવાની પ્રથા ખૂબ જ પ્રાચીન અને પવિત્ર માનવામાં આવે છે. બિલ્વપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે. અને તેમને બિલીપત્ર અર્પણ કરવાથી ભક્તોને ત્રણ જન્મના પાપ માંથી મુક્તિ મળે છે. બિલ્વપત્રને ત્રિદેવનું પ્રતિક માનવામાં આવે છે. તેના ત્રણ પર્ણમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરે છે. બિલ્વપત્રમાં શાંતિ અને શુદ્ધિના ગુણો હોય છે. તેના દર્શન અને સ્પર્શથી મન શાંત થાય છે અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે.
શળંગારમાં બિલ્વપત્ર, ચંદન, ભસ્મ અને પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરના પૂજારી શ્રીઓ દ્વારા ૩ કલાક સુધી પ્રયત્નોથી સોમનાથ મહાદેવને આ વિશેષ શળંગાર કરવાં આવ્યો હતો.
દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ અને તેમાં પણ પ્રથમ દિવસ જ સોમવાર હોય આજરોજ સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા. ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રી જે.ડી. પરમારના હસ્તે સૌપ્રથમ ધ્વજા પૂજા, પાલખી પૂજા કરી શ્રાવણ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સોમનાથ તીર્થની ણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકળતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા.
સમગ્ર દિવસ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવની ધર્મધ્વજાના અહર્નિશ ફરકતી રહી હતી. શ્રી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અત્યાર સુધીના તમામ વિક્રમ પાર કરીને ૬૮ ધ્વજા પૂજા નોંધાઈ હતી. દર્શન કરનાર ભક્તોમાં મહાદેવની ધ્વજા પૂજાનું અદભુત આકર્ષણ જોવા મળ્યું હતું. સોમનાથમાં પ્રવેશ કરતાની સાથે જ આકાશમાં ફરકી રહેલ સોમનાથ મંદિરનો ધર્મધ્વજ શ્રદ્ધાળુઓના મનમાં અનેરી આસ્થા ઉત્પન્ન કરે છે. સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા દાયકાઓથી શ્રદ્ધાળુઓમાં પરમ આસ્થા નું કેન્દ્ર રહી છે. ત્યારે આ વખતે શ્રાવણ માસમાં સોમનાથ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા ઊભી કરી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોના પૂજન અનુભવને વધુ ને વધુ ઉત્કળષ્ટ બનાવવા માટે બહુસ્તરીય આયોજન કરવામાં આવ્યું છે. જેની ફળ શ્રુતિ સ્વરૂપે શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારે છે ત્યારે તીર્થનું ભક્તિમય વાતાવરણ તેઓને આધ્યાત્મિક અને પૂજા કાર્ય માટે પ્રેરણા આપે છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે.ડી.પરમાર હસ્તે ૩૦ દિવસે અવિરત મહામળત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. તેમજ શ્રાવણની પથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્ઝિકયુટિવ ઓફિસર દિલીપ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર જોડાયો હતો.
સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકળતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા. અને જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા ત્યારે ભક્તો એ જય સોમનાથનો જય ઘોસ બોલાવેલ હતો
મોટી સંખ્યામાં લોકોના પ્રવાહને કારણે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ૩૦૦થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે રહેલ જમાં પોલીસ અધિકારીઓ,એસ આર પી.જી.આર.ડી અને સોમનાથ ટ્રસ્ટ સિક્યુરીટીએ ફરજ બજાવી હતી
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
