<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

ગોંડલમાં શિવનગર યાત્રા નિકળી : વરસતા વરસાદે હજારો નગરજનો જોડાયા : હર હર મહાદેવના નાદ ગુંજ્‍યા

  

ગોંડલ :   પવિત્ર શ્રાવણ માસ નાં પ્રથમ દિવસે મુક્‍તેશ્વર ટ્રસ્‍ટ દ્વારા શિવનગર યાત્રાનું આયોજન કરાયુ હોય બપોરનાં કાશીવિશ્વનાથ મંદિર (રામજીમંદિર)થી યાત્રા પ્રસ્‍થાન થઈ હતી. રામજીમંદિર તથા કાશીવિશ્વનાથ મંદિર નાં પુજારી,વડવાળી જગ્‍યાનાં મહંત પુ.સીતારામ બાપુ,પુ.સુરજસ્‍વામિ સહિત સંતો એ પુજન કર્યુ હતુ.અને ધારાસભ્‍ય ગીતાબા જાડેજાએ આરતી ઉતાર્યા બાદ શિવનગર યાત્રા પ્રસ્‍થાન થઈ હતી.વરસતા વરસાદ માં પણ હજારો નગરજનો શિવનગર યાત્રા માં જોડાઇ હર હર મહાદેવનાં ગગનભેદી નાદ લગાવ્‍યા હતા. યાત્રામાં ઢોલ નગારા,ડીજે,ભજનધુન મંડળીઓ, રથ,બાઇક, કારનો કાફલો જોડાયો હતો. શિવનગર યાત્રાનું ઠેરઠેર લોકો દ્વારા સ્‍વાગત કરાયુ હતુ. રાજપુત સમાજ વાડી,કોલેજ ચોક, ખટારા સ્‍ટેન્‍ડ, માંડવીચોક સહિત વિવિધ સંસ્‍થાઓ દ્વારા ફ્રુટડીસ, ઠંડાપીણા,આઈસ્‍ક્રીમ સહીત નાં સ્‍ટોલ ઉભા કરી સેવા અપાઇ હતી. શિવનગર યાત્રા કોલેજ ચોક, ભુવનેヘરીરોડ, કડીયાલાઈન, માંડવીચોક, મોટીબજાર, વિક્રમસિંહ રોડ, જેલચોક થઈ ભોજરાજપરા ચબુતરા ચોક થઈ મુક્‍તિધામ પંહોચી હતી, જ્‍યાં મુક્‍તેશ્વર મહાદેવ મંદિરમાં મહાઆરતી, ફરાળ પ્રસાદ બાદ વિસર્જન પામી હતી. શિવનગર યાત્રાને સફળ બનાવવા મુક્‍તેશ્વર ટ્રસ્‍ટ, વિヘ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ,હિન્‍દુ ઉત્‍સવ સમિતી દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.

(12:07 PM IST)