<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

થાનમાં જાહેરમાં ફાયરીંગ કરીને વિડીયો વાયરલ કર્યો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૬: સુરેન્‍દ્રનગરના થાનમાં જાહેરમાં રોફ જમાવવા યુવાને હવામાં ફાયરીંગ કર્યું હતું. આ ઘટનાનો વિડીયો હાલ સોશ્‍યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે. પોલીસ તંત્રને પડકાર આપતો યુવાનનો વિડીયો સોશ્‍યલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનાનો વિડીયો યુવકે સોશ્‍યલ મિડીયા પર અપલોડ કરીને વાયરલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર ફાયરિંગ કરનારની ઓળખ પ્રવીણ તરીકે થઇ છે. મઝરલોડ બંદુકથી આ ફાયરિંગ કરવામાં આવ્‍યું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે

(12:13 PM IST)