<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

કોટડાસાંગાણી સહકારી મંડળીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતા વિજયોત્‍સવ

ઐતિહાસિક જીત બાદ રાજુ ભુત પ્રમુખઃ અનિરૂધ્‍ધસિંહ ઉપપ્રમુખ

કોટડા સાંગાણી જુથ સેવા સહકારી મંડળીમાં પ્રચંડ વિજય થતા ભાજપ પ્રેરિત પેનલે શાસન સંભાળેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા.૬: કોટડાસાંગાણી માં જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં એન.સી.પી. પ્રદેશ પ્રમુખ અને ગોંડલ એન.સી.પી.ના પૂર્વ ધારાસભ્‍ય ચંદુભાઇ વઘાસિયાની પેનલ જે પાછલા ૨૫ વર્ષથી મંડળીના પ્રમુખ તરીકે બેઠા હતા, પણ રાજકોટ જિલ્લાના બીજેપી અગ્રણી શ્રી બાબુભાઇ સાવલિયાએ લોકોને મંડળીમાં મળતા વિવિધ લાભો ખેડૂત લક્ષી મુદ્દાઓ રજૂ કરી કોટડા સાંગાણીના ઈતિહાસમાં પ્રથમ વખત કો.સાં.જૂથ સેવા સહકારી મંડળીમાં ચૂંટણી યોજાય હતી. ૧૫ ઉમેદવારો મેદાનમાં હતા. જે ચૂંટણી રસપ્રદ બનેલ હતી પરિણામમાં હરીફ પેનલના ૧૫ ઉમેદવારો આશરે ૨૦૦ ની લીડ થી ચૂંટાઈ આવેલ હતા.

સહકારી મંડળીમાં વઘાસીયા ધારાસભ્‍ય પ્રદેશ પ્રમુખની પેનલનો પરાજય થયેલ હતો, જેમાં રાજકોટ જિલ્લાના ભાજપના અગ્રણી શ્રી બાબુભાઈ સાવલિયાની કિસાન વિકાસ પેનલના ૧૫ ઉમેદવારનો ૨૦૦ની લીડ થી ભવ્‍ય વિજય સહકાર ક્ષેત્રના અગ્રણી અને ધારાસભ્‍ય શ્રી જયેશભાઈ રાદડીયા ના સહયોગથી થયેલ હતો. વિજેતા પેનલે વિજયોત્‍સવ ઉજવ્‍યો હતો. આ સહકારી મંડળીમાં વિજય થયેલ ૧૫ ઉમેદવારો પૈકી શ્રી રાજુભાઈ ધીરુભાઈ ભૂતને પ્રમુખપદ સંભાળવા અને શ્રી અનિરુદ્ધસિંહ જાડેજાને ઉપપ્રમુખ પદ સંભાળવા તથા યોગ્‍ય માર્ગદશર્ન આપવા આગેવાનો દ્વારા સુચવાયેલ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્‍ય અર્જુનભાઈ ખાટરીયા, જિલ્લા પંચાયત સદસ્‍ય ધરમેશભાઈ ટીલાળા, રાજપરા સહકારી મંડળીના પ્રમુખ શ્રી એન.ડી.જાડેજા, મોટી મેંગણીના સહકારી મંડળી ના પ્રમુખ શ્રી યુવરાજસિંહ જાડેજા(વાડિયા),દૂધ સેવા સહકારી મંડળીના પ્રમુખ સુરેશભાઈ લુણાગરિયા,કો.સાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, એડ્‍વોકેટ શ્રી મહીરાજસિંહ જાડેજા,અશોકભાઈ ઠુંમર, રાજુભાઈ સાવલિયા, મહેન્‍દ્રસિંહ જાડેજા,હરેશભાઈ ભૂત, પ્રવીણભાઈ ભૂત, મનોજ દાફડા, ધર્મેશભાઈ સોરઠીયા હાજરી આપી વિજય પેનલનું સન્‍માન કર્યુ હતું.

૬૮ વર્ષે યોજાયેલ આ ચૂંટણીમાં લોકોએ ભારે ઉત્‍સાહથી મતદાન કરી, શ્રી બાબુભાઈ સાવલીયા ની કિસાન પેનલ ને બહુમતીથી વિજયી બનાવવા સહયોગ કરેલ. કોટડા સાંગાણી પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર જાડેજા અને પોલીસ સ્‍ટાફ અને હોમગાર્ડ જવાનોએ પોલીસ બંદોબસ્‍તની સુંદર કામગીરી કરી હતી. આ ચૂંટણી ભારે રસપ્રદ બનેલ હતી જેમાં પાંચ ગામોના મતદારો કોટડા સાંગાણી, માણેકવાડા, પાંચ તલાવડા, નવી ખોખરી, જૂની ખોખરી, આ પાંચેય ગામોના મતદારો દ્વારા ઉત્‍સાહ થી મતદાન કરવામાં આવેલ હતું.

(12:14 PM IST)