<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

જુનાગઢના લીલવા ગામની સીમમાં દારૂ-બિયરની ૩૭૬૬ બોટલ ઝડપાઇઃ ર શખ્‍સોની શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૬: રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાં માર્ગદર્શન હેઠળ દારૂ જપ્‍ત કરાયો છે.

વંથલી તાલુકાના સોનારડી ગામનો અનવર આમદ પલેજા તથા મેંદરડા તાલુકાના લીલવા ગામનો ઇલ્‍યાસ શરીફ સાંધ એમ બંને ભાગીદારીમાં ગે.કા. રીતે બહારના રાજ્‍યમાંથી ગુજરાત રાજ્‍યમાં પ્રતિબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી કરે છે અને તેઓની આ પ્રવૃતી સતત ચાલુ છે અને આ બંને ઇરામોએ બહારના રાજ્‍યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્‍થો મંગાવી મેંદરડા તાલુકાના લીલવા તથા પાટરામા ગામના સીમાડે કટીંગ કરવાના છે. જે હકિકત આધારે મેંદરડા તાલુકાના લીલવા, પાટરામાં ગામના સીમાડે હકીકત વાળી જગ્‍યાએ જતા એક વાહનમાંથી બીજા વાહનમાં હેરાફેરી કરતા હોવાનું જણાય આવતા રેઈડ કરતા મજકુર ઇસમો પોલીસ સ્‍ટાફ જોઈ જતા વાહનો મુકીને નાશી ગયેલ.

પોલીસે અનવર આમદ પલેજા રહે.સોનારડી તા.વંથલી અને ઇલ્‍યાસ શરીફ સાંઘ રહે.લીલવા તા.મંદરડા સામે ગુન્‍હો નોંધીને શોધખોળ હાથધરી છે.

વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્‍ડની બોટલ નંગ- ૩૨૬૪ કિ.રૂ.૩,૨૬,૪૦૦/-, બિયર ટીન નંગ-૫૦૨ કિ.રૂ.૫૦૨૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૭૬,૬૦૦/-, ટાટા-૪૦૭ નં. જીજે-૦૨-વી-૪૯૨૯ કિ.રૂ.૫,૦૦,૦૦૦/-, ટ્રેકટર ટ્રેઇલર રાહિતનું કિ.રૂ.૫,૦૦,૦૦૦/-, બુલેટ નં.જીજે-૧૧-સીપી-૪૪૩૩ની કિ.૧,૫૦,૦૦૦/- સહિત કિ.રૂ.મુદામાલ જપ્ત કરેલ છે.

આ કામગીરી કાઈમ બ્રાન્‍ચના પો.ઈન્‍સ, જે જે પટેલ એ.એસ. આઈ. નિકુલ પટેલ, પો.હેડ કોન્‍સ વનરાજસિંહ ચુડાસમા, જીતેષ મારૂ, પો.કોન્‍સ. ચેતનસિંહ સોલંકી, ડ્રા.પો.કો. જયેશભાઈ બામણીયા વિગેરે પોલીસ સ્‍ટાફએ કરેલ છે.

(1:20 PM IST)