તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય યાત્રા ‘‘રાજાધિરાજઃ લવ લાઇફ લીલા''નું NMACC- ધ ગ્રાન્ડ થિએટરમાં ૧પ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બરથી મંચન

ભગવાન શ્રી કળષ્ણના રાજાધિરાજ સ્વરૂપ પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય મહાનાટિકા, રાજાધિરાજઃ લવ લાઈફ લીલાની સંકલ્પના અને પ્રસ્તુતિ ધનરાજ નથવાણી દ્વારા કરવામાં આવી છે. ભગવાન શ્રી કળષ્ણની મહાનતા અને પરોપકારિતાને જીવંત કરતી ૧૨૦ મિનિટની અવધિની આ સંગીત નાટિકાનું મંચન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ગ્રાન્ડ થિએટર ખાતે ૧૫મી ઓગસ્ટથી ૧લી સપ્ટેમ્બર સુધી દરરોજ કરવામાં આવશે.
આ અભૂતપૂર્વ સંગીત નાટિકામાં દર્શાવાયેલી કળષ્ણની ભવ્યતા અને સંમોહનની અનુભૂતિ માટે પ્રેક્ષકોને આમંત્રિત કરતા ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, રાજાધિરાજઃ લવ લાઈફ લીલા'નું સર્જન એ મારા માટે ગાઢ લાગણી અને શ્રદ્ધા પૂર્ણ રહ્યું છે. શ્રી કળષ્ણનું જીવન પ્રેરણાનું અનંતસ્ત્રોત છે, અને આ સંગીત નાટિકા દ્વારા અમારો ઉદ્દેશ તેમણે મૂર્તિમંત કરેલી સુંદરતા, દૂરંદેશીપણા અને પ્રેમની વહેંચણી કરવાનો છે.
આ નાટિકાના મંત્રમુગ્ધ કરી દેનારા કથાવાચન, અદ્્ભૂત દૃષ્યો અને આત્માના તાર ઝણઝણાવી દેતા સંગીત થકી, એક્ઝિકયુટિવ પ્રોડ્યુસર - ભૂમિ નથવાણી સંમોહક અનુભૂતિની ગેરન્ટી આપે છે. તેમણે ઉમેર્યું કે, આ અદ્ભુત પ્રોડક્શનને જીવંત કરવામાં અથાગ યોગદાન આપવા બદલ અમે તમામ કલાકારો અને ક્રુ મેમ્બર્સ પ્રત્યે ઊંડો આભાર પ્રગટ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે શ્રી કળષ્ણની દિવ્ય ગાથાને ૧૮૦થી વધારે કલાકારો મંચ પર નળત્ય અને ગીત-સંગીતની જીવંત પ્રસ્તુતિ દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે.
ખ્યાતનામ ભારતીય ગીતકાર અને પટકથા-લેખક, પદ્મશ્રી વિજેતા પ્રસૂન જોશી દ્વારા લિખિત, આ સંગીત નાટિકા પ્રેક્ષકોને ભગવાન શ્રી કળષ્ણની ઓછી-જાણીતી વાર્તાઓની પ્રસ્તતિ છે. તેમાં વ્રજથી મેવાડ અને મથુરાથી દ્વારકા સુધીના તેમના જીવનમાં આવેલા પરિવર્તનોનું અતિસુંદર નિરૂપણ કરાયું છે.
સંગીત નાટિકાઓમાં નિપૂણતા ધરાવનારા અનુભવી થિએટર ડાયરેક્ટર, શ્રુતિ શર્માના નિર્દેશન હેઠળના આ નિર્માણમાં ૧૮૦ કરતા વધુ કલાકારોનું કૌવત જોવા મળ્યું છે, જે ભગવાન શ્રી કળષ્ણના દિવ્ય સ્વરૂપોને સંમિલનને તાદૃશ રીતે પ્રસ્તુત કરે છે.
પ્રસિધ્ધ સંગીતકાર બેલડી સચિન-જીગર દ્વારા સંગીતબદ્ધ કરાયેલા ૨૦ ઓરિજિનલ ગીતો થકી આત્માના તાર ઝણઝણાવી દેનારો સાઉન્ડટ્રેક એ તેની મંત્રમુગ્ધતાનો પૂરાવો છે.
એવોર્ડ-વિજેતા બોલિવૂડ પ્રોડક્શન ડિઝાઈનર ઓમંગ કુમારે દર્શકોને પૂરાતન ભારતની લટાર મરાવતા દૃશ્યોને અદભુત રીતે કંડાર્યા છે. આ શોનું રચનાત્મક નિર્માણ જાણીતા વ્યાવસાયિકો પાર્થિવ ગોહિલ અને વિરલ રાચ્છે રાષ્ટ્રીય પુરસ્કાર-વિજેતા લેખક રામ મોરીની સાથે કર્યું છે.
કોરિયોગ્રાફર્સ બર્ટવિન ડી'સોઝા અને શમ્પા ગોપીક્રિશ્નાની અતિસુંદર નળત્ય શ્રેણીઓ કે જેને ૬૦થી વધુ નળત્યકારોએ પ્રસ્તુત કરી છે, તે કળષ્ણની રંગોના વૈવિધ્યથી ભરપૂર દુનિયામાં ઓર ગરકાવ કરી દેશે. શમ્પા ગોપીક્રિશ્ના તેમના દિવંગત પિતા અને મહાન કથક નળત્યકાર તથા કોરિયોગ્રાફક નટરાજ શ્રી ગોપીક્રિશ્નાના વારસાને આગળ ધપાવી રહ્યા છે.
ખ્યાતનામ કોસ્ચ્યુમ ડિઝાઈનર નીતા લુલ્લા, કે જેઓ અસંખ્ય આઈકોનિક ભારતીય ફિલ્મોમાં પોતાના કામ માટે જાણીતા છે, તેમણે બારીકાઈથી ડિઝાઈન કરાયેલા ૧૮૦૦થી વધુ કોસ્ચ્યુમ સાથે પુરાણોના પાત્રોને જીવંત બનાવી દીધા છે, જે દરેક પાત્રની દિવ્ય ચંચળતા, સાહસ, અને આધ્યાત્મિક ઊંડાઈ પર ભાર મૂકે છે.
NMACC - ધ ગ્રાન્ડ થિએટર ખાતે ૅરાજાધિરાજઃ લવ લાઈફ લીલૉ - શ્રી કળષ્ણની દિવ્યગાથાની પ્રસ્તુતિ અલૌકિક દુનિયાની અવિસ્મરણીય અનુભૂતિ કરાવશે. ટિકિટ્સ હવે nmacc.com અને bookmyshow.com પર ઉપલબ્ધ છે.
: સંકલન :
કેતન ખત્રી-અમદાવાદ
મુકુંદ બદિયાણી-જામનગર
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
