News of Wednesday, 7th August 2024
મોરબીમાં ભુગર્ભ ગટરની સમસ્યા મામલે રહીશોની આત્મવિલોપનની ચીમકી
વિજયનગર અને શાંતિવન સોસાયટીના લોકોએ કલેકટર અને ચીફ ઓફિસર સમક્ષ સમસ્યા હલ કરવા કરી રજુઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૭: મોરબીની શાંતિવન સોસાયટી, સુમરા સોસાયટી, વિજયનગર અને લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરના પાણી ભરાય રહેવા મામલે રહીશોએ આજે કલેક્ટર અને ચીફ ઓફિસરને મળીને લેખિત રજૂઆત કરી છે.
રહીશે જણાવ્યું હતું કે, શાંતિવન સોસાયટી, સુમરા સોસાયટી, વિજયનગર અને લાયન્સનગરના રહીશોએ પાલિકા કચેરીએ આવીને ભુગર્ભ ગટર ઉભરાવા પ્રશ્ને રજૂઆત કરી છે. અમારા વિસ્તારમાં ગટર ઉભરાતા દરિયા ભર્યા હોય તેમ પાણી જોવા મળી રહ્યું છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ પડે છે. રોગચાળો ફેલાય રહ્યો છે. ભુગર્ભ ગટરના પાણી ઘરમાં પણ ઘુસી રહ્યા છે. આ અંગે આજે અમે ચીફ ઓફિસર અને કલેક્ટરને મળીને રજૂઆત કરી છે. અધિકારીઓએ અમને આવતીકાલે બપોર સુધીમાં આ પ્રશ્ન હલ થઈ જશે તેવી હૈયાધારણા આપી છે. જો આવતીકાલ બપોર સુધીમાં સમસ્યા હલ નહીં થાય તો અમારા વિસ્તારની મહિલાઓ ૧૫ ઓગસ્ટના દિવસે નગરપાલિકા ચોકમાં આવીને આત્મવિલોપન કરશે જેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
