News of Wednesday, 7th August 2024
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી ધ્રોલની ૪ વર્ષની બાળકીનુ મોત

( સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૭ : જામનગર જિલ્લાના ધ્રોલ ની બાળાનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલની ૪ વર્ષીય બાળકીને મંગળવારે સાંજે જામનગરની જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. જેનુ આજે વહેલી સવારે સારવાર દરમિયાન મોત થયા ની વિગતો મળી હતી. જેથી પરિવારમાં ધેરો શોક છવાઈ ગયો છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
