તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Wednesday, 7th August 2024
શ્રી સોમનાથ મહાદેવને ૧૬૫ કિલો કેસરીયા પુષ્પોનો શૃંગાર

પ્રભાસપાટણઃ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના બીજા દિવસે શુક્લ દ્વિતીયા ની તિથિ પર કેસરી પુષ્પ શણગાર કરવામાં આવ્યો હતો. પૂજારીશ્રીઓ દ્વારા ૧૬૫ કિલો કેસરીયા પુષ્પોથી શળંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને કેસરી પુષ્પથી શ્રળંગાર કરવા ધાર્મિક રીતે પરમ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. કેસરી પુષ્પ ભગવાન શિવને પ્રિય છે અને મહાદેવને કેસરીયા ફૂલ ચઢાવવાથી ભક્તોને ધન, સુખ અને સમળદ્ધિ પ્રાપ્ત થાય છે. કેસરી પુષ્પનો રંગ ભગવાન શિવના તપને દર્શાવે છે. સાથે કેસરી પુષ્પમાં ઔષધીય ગુણો પણ હોય છે. સોમનાથ મહાદેવનો કેસરીયા પુષ્પ શણગાર વિશેષ પ્રસંગો પર કરવામાં આવે છે. કેસરિયો રંગ આધ્યાત્મિક દ્રષ્ટિએ શુદ્ધિ અને નિર્મળતાનું પ્રતીક છે. ત્યારે સોમનાથ મહાદેવના કેસરીયા શળંગાર ના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા હતા. (તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ-વેરાવળ)
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
