<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં પ્રજ્ઞાચક્ષુ કથાકાર કૃણાલભાઇ જોશીના વ્‍યાસાસને શ્રીરામકથાનો પ્રારંભ

વેરાવળઃ પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં શ્રાવણ માસના પ્રથમ દિવસથી ભાટીયા ગ્રાઉન્‍ડ ખાતે પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડોક્‍ટર કળણાલભાઈ જોષીના વ્‍યાસાસને તા.૧૩ સુધી શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના સન્‍મુખ પૂજન બાદ શ્રી રામકથાની પોથીયાત્રા યોજાઈ હતી. પોથીયાત્રા બાદ ભાટીયા ગ્રાઉન્‍ડ ખાતે કથા સ્‍થળે શ્રી સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્‍ઝિકયુટિવ ઓફિસર દિલીપભાઈ ચાવડા, સહિતના ટ્રસ્‍ટ પરિવાર દ્વારા પોથીજીનું પૂજન કરવામાં આવ્‍યું હતું.  શ્રી સોમનાથ ટ્રસ્‍ટના ભાટિયા ગ્રાઉન્‍ડ ખાતે શ્રાવણ માસમાં આવનાર શ્રદ્ધાળુઓને સ્‍વર્ગીય ડોંગરેજી મહારાજની શૈલીના પ્રજ્ઞાચક્ષુ કથાકાર શાષાી ડોક્‍ટર કુણાલભાઈ જોશીના શ્રી મુખે શ્રી રામકથા શ્રવણ કરવાનો લાભ મળશે.  (તસ્‍વીર-અહેવાલઃ દિપક કક્કડ-વેરાવળ)

(10:44 AM IST)