News of Wednesday, 7th August 2024
કાલે ભૂપેન્દ્રભાઇના હસ્તે દ્વારકાના ગાંધવી-હર્ષદમાં ‘હરસિધ્ધી વન'નું લોકાર્પણ
૨૩મુ સાંસ્કૃતિક વન દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નવુ નજરાણુ બનશે : વિવિધ પ્રજાતિના અંદાજીત ૪૧૬૧૯ રોપાઓનું વાવેતર : મુળુભાઇ બેરા, કુંવરજીભાઇ બાવળીયા, મુકેશભાઇ પટેલ, પૂનમબેન માડમ, પબુભા માણેક સહિતના ઉપસ્થિત રહેશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૭ : દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામ પાસે કરોડોના ખર્ચે બનેલ હરસિધ્ધિ વનનું લોકાર્પણ કાલે તા. ૮ના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજ્યના ૭૫મા વન મહોત્સવની ઉજવણી કરીને કરશે.
આ તકે રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત દ્વારકાના પ્રમુખ રિધ્ધીબા શકિતસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્યો પબુભા માણેક (દ્વારકા), હેમંત ખવા (જામજોધપુર) વિ. ઉપસ્થિત રહેશે.
છોડમાં રણછોડની વાત આપણી સંસ્કળતિમાં પ્રચલિત છે. આપણા શાસ્ત્રી, ધર્મગ્રંથોમાં પ્રકળતિના સંરક્ષણની વાત કરવા આવી છે. ઋષિમુનિઓ ઇકોલોજિકલ બેલેન્સના મહાત્મ્યને અદભુત રીતે સમજતા હતા અને એટલે જ દરેક ફળ, ફૂલ, છોડ, વૃક્ષ, નદી, પર્વત, સાગર, અને પશુ-પંખીનું ધાર્મિક અને સામાજિક મહત્વ હતું. વેદો, પુરાણો, ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે.
હાલમાં સમગ્ર વિશ્વ માટે આબોહવાકિય પરિવર્તનનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ મહત્તમ વૃક્ષો ઉછેરી, પર્યાવરણીય સમતુલા જાળવાઇ તે સુનિヘતિ કરવાનો છે. પળથ્વીને હરીયાળી બનાવવા તથા પ્રક્રુત્તિના જતન માટે વનો અને વૃક્ષોનું સંવર્ધન કરવું ખૂબ જ આવશ્યક છે. આ પવિત્ર હેતુ માટે રાજ્યમાં દર વર્ષે ‘વનો અને વૃક્ષોના ઉત્સવ' એટલે કે ‘વન મહોત્સવ'ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતળત્વમાં વર્ષ ૨૦૦૪માં સાંસ્કળતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ' અભિયાનને સફળ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કાલે તા. ૮ના દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિધ્ધિ માતા મંદિર ખાતે આ વર્ષે ‘૭૫મો વન મહોત્સવ' યોજાશે અને ૨૩માં સાંસ્કળતિક વન ‘‘હરસિધ્ધિ વન''નું લોકાર્પણ કરશે.
સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કળતિની ઝલક દર્શાવતી ‘સૌરાષ્ટ્રની સુગંધ' થીમ સાથે સાંસ્કળતિક ‘હરસિધ્ધિ વન'માં નવા અભિગમ સાથે પ્રવાસીઓને અનેક આકર્ષણો જોવા મળશે.
દ્વારકા-સોમનાથ સાંસ્કળતિક કોરીડોરની મધ્યમાં આવેલ આ વન લોકોને મોટી સંખ્યામાં આકર્ષિત કરશે. તેમજ નેશનલ હાઇ-વે ૫૧ ના મુખ્ય માર્ગથી ૨ કી.મી. દુર હોવાથી લોકોનો પ્રવાસ પણ સુગમ રહેશે. આ વનમાં મુખ્ય દ્વાર, પ્રવેશ ૫રિસર, હરસિધ્ધિ માતાજી સાંસ્કળતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી ક્રુષ્ણ ઉ૫વન, શ્રી ક્રુષ્ણ કમળ વાટીકા વગેરે જેવા સાંસ્કળતિક આકર્ષણોનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.
આ વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટીકા, ૫વિત્ર ઉ૫વન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેકટસ વાટીકા વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવ્યુ છે.
આ ઉપરાંત બાળ વાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન, ગઝેબો, સનસેટ પોઇન્ટ પ્રવાસીઓને આકર્ષીત કરશે. પર્યટકોની સુગમતા ધ્યાને લઇ પાર્કીગ એરીયા, ટોયલેટ અને પીવાના પાણી, રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આ વનમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો જેવા કે વડ, પીપળો, પ્રાગ વડ, દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ પીલુ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે. વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત ૪૧૬૧૯ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
