<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

રાવકીમાં બીજા માળેથી પટકાતાં ૧ાા વર્ષના માસુમ બાળક લખનનું મોત

નવા બાંધકામની સાઇટ પર બનાવઃ રાજકોટમાં સારવાર દરમિયાન જીવ ગયોઃ મુળ મધ્‍યપ્રદેશના દંપતિએ એકનો એક દિકરો ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૭: ઉપલેટામાં રહેતાં દિક્ષીતભાઇ હરદાસભાઇ બારૈયા (ઉ.વ.૩૩) નામના યુવાને ગત તા. ૩ના રોજ સવારે ઘરે ઝેરી ટીકડીઓ પી લેતાં ઉપલેટા સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ગત સાંજે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

હોસ્‍પિટલ મારફત જાણ થતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી ઉપલેટા પોલીસને જાણ કરી હતી. હરદાસભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતો હતો. તે ત્રણ બહેન અને એક ભાઇમાં નાનો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

(1:18 PM IST)