News of Wednesday, 7th August 2024
સરધાર પાસે ગાય આડી આવી જતાં બાઇક સ્લીપઃ દામનગરના શરદભાઇને ગંભીર ઇજા
મિત્ર સાથે કામ માટે રાજકોટ આવતી વખતે બનાવઃ મિત્રનો બચાવ

રાજકોટ તા. ૭: રસ્તા પર આવી જતાં ઢોર અનેક વખત વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી બની જાય છે. દરમિયાન સરધાર નજીક રોડ પર ઓચીંતી આવી ગયેલી ગાયને બચાવવા જતાં બાઇક સ્લીપ થઇ જતાં લાઠીના દામનગરના બે મિત્રો ફંગોળાઇ ગયા હતાં. જેમાં એકને ગંભીર ઇજા થઇ હતી અને બીજાનો ચમત્કારીક બચાવ થયો હતો.
જાણવા મળ્યા મુજબ દામનગર આનંદનગર સોસાયટીમાં રહેતાં શરદભાઇ હરેન્દ્રભાઇ વોરા (ઉ.વ.૪૦) સાંજે પાંચેક વાગ્યે બાઇક પર મિત્રને લઇને રાજકોટ કામ માટે આવી રહ્યા હતાં ત્યારે સરધાર પાસે અચાનક રોડ પર ગાય આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ થઇ જતાં બંને રોડ પર ફેંકાઇ ગયા હતાં. શરદભાઇને માથામાં ગંભીર ઇજા થતાં તે બેભાન થઇ ગયા હતાં. મિત્રનો બચાવ થયો હતો. શરદભાઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, પદુભા, ધર્મેન્દ્રભાઇ, કનુભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.
શરદભાઇ કેબલ ડીસ ફિટીંગનું કામ કરે છે. સંતાનમાં બે પુત્ર છે. હાલ તેઓ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
