<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

સૂરસાગર ડેરીના ચેરમેન પદે નરેશભાઈ મારુ અને વાઈસ ચેરમેન ગીતાબેન રબારીની વરણી

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૭: સુરેન્‍દ્રનગર સુરસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. જેમાં તાજેતરમા સુરસાગર ડેરીની ચૂંટણીના પરિણામમા ભાજપનો ભગવો લહેરાયો હતો. અગાઉ કુલ ૧૩માંથી ૯ બેઠક બિનહરીફ થઇ હતી. જ્‍યારે વઢવાણ, ચોટીલા, સાયલા અને લખતર બેઠક પર સોમવારે વરસાદ વચ્‍ચે બેલેટ પેપરથી ૯૯% મતદાન નોંધાયું હતું. જેમાં ચાર બેઠકનો પરિણામ જાહેર થયું, ત્‍યારે ભાજપ ઉમેદવારોનો વિજય થયો હતો. ચેરમેન તરીકે નરેશભાઈ મારુ અને વાઈસ ચેરમેન તરીકે ગીતાબેન રબારીની વરણી કરવામાં આવી હતી.

સુરસાગર ડેરીની ચૂંટણી જાહેર થતાં ટિકિટ ફાળવણીને લઈ ભાજપના બે જૂથો સામસામે આવી ગયા હતા. જેમાં સુરેન્‍દ્રનગર જિલ્લાની ૧૩ ડિરેક્‍ટરો માટે ૨૦ ફોર્મ ભરાયાં હતા. જેમાંથી ૯ બેઠક બિનહરીફ થઈ ગઈ હતી. જ્‍યારે વઢવાણ, ચોટીલા, સાવલા અને લખતરની ૪ બેઠકના ૮ ઉમેદવારો માટે બેલેટ પેપરથી મતદાન યોજાતાં ૯૯.૬૬% મતદાન થયું હતું. જેમાં ચાર બેઠકનો પરિણામ જાહેર થયું ત્‍યારે ભાજપ ઉમેદવારોનો વિજય થયો હતો.

જેમાં સુરેન્‍દ્રનગર સુરસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે નરેશભાઈ જગમલભાઇ મારૂ અને વાઇસ ચેરમેન તરીકે ગીતાબેન ભરતભાઈ રબારીની પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા મેન્‍ડેટ આપી વરણી કરવામાં આવી હતી

(11:04 AM IST)