News of Wednesday, 7th August 2024
શનિવારે ભવનાથ શ્રી શનિદેવ મંદિરે પાટોત્સવ ઉજવાશે
રૂદ્રયાગ ૧.૪૦ લાખ મહામૃત્યુજય મંત્રોની આહુતિ અને એકતાનાથજીની ચાદર વિધીઃ પૂ. તુલસીનાથબાપુના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૭ :.. ભવનાથ તળેટી ખાતે આવેલ સરસ્વતી માતા તથા શનિદેવ ભગવાનના મંદિરે આગામી તા. ૧૦ ને શનીવારના રોજ શનિદેવનો પાટોત્સવ યોજાનાર છે.
જેમાં વિશ્વ કલ્યાણની ભાવનાથી મહાયજ્ઞનું આયોજન કરાયું છે.
તા. ૯ ને શુક્રવારે સાંજે ૪ વાગ્યે શનીદેવનાં પાટોત્સવ તેમજ રૂદ્રાયાગ મહાયજ્ઞ પ્રારંભ થશે તા. ૧૦ ને શનીવારે સવારે ૭.૩૦ કલાકે ગણપતિ પૂજન સ્થાપિત દેવી-દેવતાઓનું પૂજન અગ્નિ સ્થાપન ગ્રહહોમ મહામૃત્યુજંય ૧.૪૦ લાખ મંત્રોની આહુતી અપાશે અને બપોરે ૧ર થી ૧ દરમ્યાન સાધુ-સંતોની ઉપસ્થિતિમાં એકતાનાથજીની મંદિરના મહંત તરીકે ચાદરવિધી કરવામાં આવશે.
અને સાંજે ૬ કલાકે પાટોત્સવની પુર્ણાહૂતી અને યજ્ઞમાં બીડુ હોમાશે તો આ પ્રસંગે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા મહંત પૂ. તુલસીનાથજીબાપુએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
