News of Wednesday, 7th August 2024
‘ધોરાજી નગરીને મસ્ત મોટા ખાડા...' ગરબો ગાઇને કોંગ્રેસનો વિરોધનો નવતર વિરોધ
ખાડામાં વળક્ષો વાવીને ‘એક વૃક્ષ સરકાર કે નામ' બેનર લગાવ્યા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા., ૭: શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરા, પૂર્વ નગરપતિ ડી એલ ભાષા દિનેશભાઈ ટોપીયા શહેર કોંગ્રેસ મહામંત્રી ચિરાગ વોરા, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ રાખોલીયા, ગોપાલભાઈ સલાટ, ભાવેશભાઈ ભટ્ટ, જીતુભાઈ વેકરીયા, ભાવેશભાઈ માથુકિયા, સુરેશભાઈ અંટાળા, આશિષભાઈ જેઠવા, જય ટોપીયા, જીતુભાઈ ચૌહાણ સહિત આગેવાનોએ ધોરાજી શહેરના હાર્દ સમાન અને મુખ્ય માર્ગ જેતપુર રોડ પર રસ્તામાં પડેલા ખાડા પર વળક્ષ વાવી એક વળક્ષ સરકાર કે નામ બેનર લગાવી ત્યારબાદ ખાડાની ફરતે રાસ ગરબા રમી અને ધોરાજીના રોડ રસ્તાની દુર્દશા ગરબા ગાયને વ્યક્ત કરી હતી. અંધેરી નગરી ને ગંડુ રાજા ધોરાજી નગરીને મસ્ત મોટા ખાડા જેવા શબ્દોને ગરબાના ઢાળમાં ઢાળીને ગરબા રમી ધોરાજીના રોડ રસ્તાની હાલત સુધારવા અનોખો વિરોધ કર્યો હતો.
નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા રોડ રસ્તાનું સમારકામ અને મરામત કરાવવી પણ આવશ્યક થઈ ચૂકી છે ત્યારે ધોરાજીનું વહીવટી તંત્ર અને સરકાર બંનેના કામે ધોરાજીની જનતાનો અવાજ પહોંચે તે માટે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ વ્યક્ત કરી અમો સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કર્યો હતો.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
