News of Wednesday, 7th August 2024
ઉના-ગીરગઢડા-વેળવા ગામમાંથી ભેળસેળયુકત ૧ર૧ કિલો માખણ જપ્ત
ગીર સોમનાથ એસઓજી ટીમનો અલગ-અલગ જગ્યાએ દરોડો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા., ૭: કોડીનારના વેળવા ગામે તથા ગીરગઢડા ટાઉનમાં તથા ઉના પટેલ સોસા. એમ અલગ-અલગ સ્થળેથી બનાવટી તથા ભેળસેળ યુકત માખણ(બટર)નો કુલ-૧૨૧ કીલો જથ્થો એસ.ઓ.જી.ગીર સોમનાથ પોલીે પકડી પાડયો છે.
જુનાગઢ વિભાગના નાયબ પોર્લસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર-સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા અપાયેલ સુચના બાદ દરોડો પાડયો હતો.
કોડીનાર વિસ્તારના વેળવા ગામે નવાપરા વિસ્તારમાં તથા (૨) ગીરગઢડા ટાઉન વિસ્તારમાં આવેલ શ્રીજી ડેરી ફાર્મ નામની દુકાનમર્મા તથા ઉના પટેલ સોસા. મનીષભાઈ જોબનપુત્રાના રહેણાંક મકાનમાંથી એમ અલગ અલગ વિસ્તારમાં રેઇડ કરીને આરોપીૅં- પુજાભાઇ ભીખાભાઇ રાઠોડ રહે.વેળવા ગામ, નવાપરા વિસ્તાર તા.કોડીનાર જી.ગીરસોમનાથ- કબ્જે કરેલ મુદામાલ (૧) માખણ, ભરેલ સ્ટીલના ડબા નંગ-૦૪ માખણ કી.ગ્રા.-૨૩ કી.રૂ.૬૭૦૦/(૨) વજન કાટો-૧ જપ્ત કરેલ છે.
ગીરગઢડા ટાઉન વિસ્તારમાં આરોપી મીથુનભાઇ નવીનભાઇ જોબનપુત્ર રહે ઉના જી.ગીરસોમનાથને (૧) માખણ, ભરેલ પ્લાસ્ટીકની થેલી નંગ-૦૭ માખણ કી.ગ્રા. ૭૦ (૨) ૫૦૦ ગ્રામ માખણ(બટર) ભરેલ પ્લાસ્ટીકની થેલીઓ નંગ-૧૨ માત્રણ (બટર) કી.ગ્રા.-૦લ્ (૩) માખણ, ભરેલ પ્લાસ્ટીકને કેરબો-૧ માખણ કી.ગ્રા.-૧૨ (૪) વજન કાટી-૧, કુલ મુદામાલ(માખણ) ૮૮-કીલો કી.રૂ. ૨૩,૭૦૦/- જપ્ત કર્યો છે.
(ઉના પટેલ સોસાયટી વિસ્તાર) આરોપીઃ- મનીસભાઈ નવીનભાઈ જોબનપુત્રા રહે ઉના પટેલ સોસા. જી.ગીર સોમનાથ (૧) માખણ, ભરેલ પ્લાસ્ટીકનો કેરબો ૧ માખણ કી.ગ્રા. ૧૦ ક. રૂ.૨૭૦૦/ સહીત કુલ કી.રૂ.૩૩,૧૦૦/ નો મુદામાલ જપ્ત કરેલ છે.
આ કામગીરી એસ.ઓ.જી પો. જે.એન.ગઢવી એ.એસ.આઈ. દેવદાનભાઇ એમ. કુંભરવાડીયા તથા પો.હેડ કોન્સ. ગોપાલસિંહ ડી. મોરી તથા મેહુલસિંહ પી. પરમાર તથા ધર્મેન્દ્રસિંહ એચ.ગોહીલ તથા મહાવિરસિંહ એમ. જાડેજા તથા રણજીતસિંહ એમ. ચાવડા તથા ડ્રા. હેડ કોન્સ. પ્રકાશભાઇ સોલંકી તથા ફુડ એન્ડ સેફટી અધિ.શ્રી, ગીરસોમનાથ ઉના પો.ઇન્સ. એમ.એન.રાણા, કોડીનાર પો.ઇન્સ.શ્રી એન.આર.પાટેલ તથા ગીરગઢડા પો.સબ ઇન્સ.શ્રી એન.બી.ચૌહાણ સા. તથા ઉના કોડીનાર તથા ગીરગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ કરી હતી.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
