<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

નકલંકધામ રામદેવપરા રાજસ્‍થાનમાં નવ નિર્મિત આશ્રમનું ભૂમિપૂજન

પૂર્વ સંધ્‍યાએ સંતવાણી બપોરે મહાપ્રસાદ પૂ. રાજેન્‍દ્રદાસબાપુ દ્વારા આયોજન

(વિનુ જોષી દ્વારા જુનાગઢ, તા. ૭ :  શ્રી રણુજા રામદેવપરા (રાજસ્‍થાન શ્રી રામાપીર બાપા સમાધી સ્‍થાન રણુજા ખાતે પૂ. સેવાદાસ બાપા આશ્રમ નકલંકધામ તોરણીયા હરિ દ્વારા સંચાલિત પૂ.ધ ર્મભુષણ સંતશ્રી રાજેન્‍દ્રદાસ બાપુ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધા સભર આશ્રમનું નિર્માણ થનાર છે. જેમાં મંગળવારના રોજ રામાપીર બાપાનું સમાધિ પુજન સવારે ૯ કલાકે ભવ્‍યાતિભવ્‍ય પૂ. રાજેન્‍દ્રદાસબાપુ દ્વારા કરાયુ હતું.તેમજ રાત્રે   ૯ કલાકે રામદાસ ગોંડલીયા, ગોપાલ સાધુ, પોપટભા માલધારી સહિતના કલાકારો એ સંતવાણી રજૂ કરી હતી.અને આજે સવારે ૯ કલાકે નકલંકધામ આશ્રમ નાયના રોડ રણુજા રામદેવપરા (રાજસ્‍થાન) ખાતે નવનિર્મિત આશ્રમનું પૂ. રાજેન્‍દ્રદાસબાપુના હસ્‍તે ભૂમિપૂજન કરાયું હતું અને બપોરે મહાપ્રસાદ સૌ ભકતોએ લીધો હતો.

(1:27 PM IST)