News of Wednesday, 7th August 2024
જુનાગઢ, માંગરોળ, માણાવદર વિસ્તારમાં જુગાર દરોડા : ૧૫ જુગારી ઝડપાયા
પોલીસે ખેલીઓ પાસેથી ૪૨૯૭૦નો મુદ્દામાલ કબ્જે લીધો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૭ : જુનાગઢ, માંગરોળ, માણાવદર વિસ્તારમાં પોલીસે જુગાર દરોડા પાડીને ૧૫ જુગારીને ઝડપી લઇ ખેલીઓ પાસેથી ૪૨૯૭૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.
જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે આવેલ ચુનારાવાસમાં બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને અજય મનસુખ રાઠોડ, રમેશ કરસન સોલંકી અને આકાશ કિશોર સોલંકીને રૂપિયા ૨૧૩૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
માંગરોળમાં શાપુર રોડ પર ઉદ્યોગનગરમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને મુકેશ બાબુ મકવાણા, મેહુલ ઉર્ફે નકુલ કાના સથવારા, રવિ નટુ વાહનેગયા અને જીતુ મગન રાઠોડને જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે રૂપિયા ૨,૩૧૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
માણાવદર તાલુકાના નાનડીયા ગામે રહેતા પ્રકાશ માવજી આદ્રોજાનાં રહેણાંક મકાન આગળ જાહેરમાં જુગાર ખેલતા પ્રકાશ માવજી તેમજ વ્રજલાલ નરસી વિરોજા, ઉકા છગન બારૈયા, માંગરોળ તાલુકાના લાંગડ ગામનો છગન રામા વાઢેર અને હરદાસ મેરગ વદરને પોલીસે રૂપિયા ૧૧,૯૧૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ તેમજ ૪ મોબાઇલ ફોન અને બાઇક મળી કુલ રૂપિયા ૩૫,૯૧૦નો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
માણાવદર પોલીસે જાંબુડા ગામેથી યુસુફ ઉર્ફે અબો મહમ્મદ મલેક, એજાજ વલી સેતા અને રાહુલ રમેશ પરમારને રૂપિયા ૨,૬૨૦ ની રોકડ સાથે ઘોડીપાસાનો જુગાર રમતા પકડી પાડ્યા હતા.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
