News of Wednesday, 7th August 2024
વિઝન વિકસિત ભારતના રોડ મેપ સમાન બજેટઃ પ્રશાંત વાળા
રાઘવજીભાઇ પટેલ, રમેશભાઇ મુંગરા, મેઘજીભાઇ ચાવડા, દિવ્યેશભાઇ અકબરી, જામનગર મેયરશ્રીની હાજરીમાં વિસ્તૃત ચર્ચા

રાજકોટ તા. ૭: જામનગર ખાતે જિલ્લા તથા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત ‘‘કેન્દ્રીય બજેટ - ૨૦૨૪'' વિષય પરના સંમેલનમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતળત્વમાં ‘‘નાણા મંત્રી નિર્મલા સીતારમણજી'' દ્વારા રજૂ કરવામાં આવેલ મોદી સરકાર ૩.૦ ના પ્રથમ બજેટને હૃદયપૂર્વક સ્વાગત કરતા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર તેમજ પૂર્વ પ્રવક્તા પ્રશાંતભાઈ વાળા એ ઉપસ્થિત કાર્યકર્તાઓને બજેટ વીશે વિસ્તળતમાં માહિતી આપી હતી.
આ અવસરે ગુજરાતના કળષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ મૂંગરા,જિલ્લા તથા મહાનગરના મહામંત્રીશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ ,શ્રી મેઘજીભાઈ ચાવડા તથા શ્રી દિવ્યેશભાઈ અકબરી, જામનગરના મેયરશ્રી તેમજ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
‘‘વિઝન વિકસિત ભારત'' ના રોડ મેપ સમાન બજેટ ગરીબ,યુવા,અન્નદાતા તથા નારી શક્તિ ને પ્રાધાન્ય આપતું,ગ્રોથ જનરેટર તથા જોબ ક્રિએટર એવા સર્વ સમાવેશક બજેટ વિશે વિગતવાર ચર્ચા કરી.
આ બજેટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત માટેના વિઝનનો પુરાવો છે. માળખાકીય વિકાસ, કળષિ અને સામાજિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. યોજનાઓ આર્થિક વિકાસને વેગ આપશે અને ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રના લોકોને લાભ આપશે. ડિજીટલાઇઝેશન, ઇનોવેશન અને આંત્રઙ્ઘિન્યોરશિપ પર ભાર મૂકે છે, જે આપણા યુવાનો માટે નવી તકોનું સર્જન કરશે ભારતને નવી ઊંચાઈએ લઈ જશે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
