<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

દ્વારકા-પોરબંદર-જુનાગઢ- રાજકોટ જિલ્લા તથા ઘેડનાં ૭૦ થી ૮૦ ગામોમાં ઓછામાં ઓછું ૧ લાખ કરોડનું ખેડૂતોને નુકશાનઃ ગુજરાત કિશાન કોંગ્રેસ

વરસાદના ર૦ દિવસના વિરામ છતાં સરકાર અતિવૃષ્‍ટિના સર્વેમાં ઉણી ઉતરી : સરકાર ઓછામાં ઓછું ૧૦ હજાર કરોડનું પેકેટ જાહેર કરે : જેતપુર ડાઇનીંગ ઉદ્યોગ દ્વારા ઉંબેણ નદીમાં ઠલવાનો કેમીકલ કચરો સદંતર બંધ કરાવે : ઘેડ વિકાસ નિગમ બનાવોઃ પાલઆંબલીયાની માંગણી

  રાજકોટ, તા. ૭ : આજે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના આગેવાનો, ખેડૂતોએ સયુંકત પ્રેસ કોન્‍ફરન્‍સ કરી તારીખ ૧૮ જુલાઈ થી ૨૩ જુલાઈ સુધીમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકામાં થયેલ અતિવળષ્ટિ ના કારણે થયેલ પાક નુકશાની અને જમીન ધોવાણ બાબતે રાજ્‍ય સરકાર દ્વારા ગોકળગાય ગતિએ કરવામાં આવતા સર્વે અને ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માંગરોળ, કેશોદ, વંથલી, માણાવદર અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ૭૦-૮૦ ગામો મળીને જે આખો વિસ્‍તાર ઘેળ પંથક થી ઓળખાય છે જેમાં પહેલા વરસાદના વિરામ બાદ ખેડૂતોએ વાવણી કરી લીધા પછી તરત પડેલા બીજા વરસાદ એટલે કે ૨ જુલાઈ થી લઈ આજના દિવસ સુધી લગભગ ૧ લાખ હેકટર વિસ્‍તાર પાણીમાં ગરકાવ છે તેના પ્રાણ પ્રશ્‍નોને લઈને પ્રેસ વાર્તા આયોજિત કરી હતી

  આંબલિયા એ ખેડૂતોને થયેલ નુકશાની અને ઘેડ વિસ્‍તારમાં વર્તમાનમાં કેવી પરિસ્‍થિતિ છે તે અંગે બોલતા ચિત્રો રજૂ કરી સરકારશ્રીનું ધ્‍યાન દોરતા કહ્યું હતું કે પોરબંદર, દ્વારકા અને જુનાગઢમાં પાક નુકશાની અને જમીન ધોવાણના સર્વેના નામે સરકારે માત્ર નાટક જ કરતા હોય તેવું લાગી રહ્યું છે તારીખ ૨૪ જુલાઈથી વરસાદે વિરામ લીધો છે તેને આજે ૧૫ દિવસ પુરા થયા હોવા છતાં હજુ ૨૫% સર્વે પૂરો કરવામાં આવ્‍યો નથી જ્‍યારે લગત અધિકારીઓ સાથે વાત કરીએ તો કહે છે કે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હોવાથી હજુ સર્વે થઈ શકે તેમ નથી ત્‍યારે સવાલ એ છે કે ૧૮ જુલાઈ થી આજની તારીખ સુધી જે જે ખેતરોમાં પાણી ભરાયેલા હોય તો બહુ સપસ્‍ટ છે કે ૨૦-૨૨ દિવસ પાક પાણીમાં ડૂબેલો હોય એ પાક નિષ્‍ફળ જ હોય તેનું હવે સર્વે કરવા ખેતરમાં જવાની જરૂર ન હોય સરકારે સામેથી ગ્રામ સેવકોને જાણ કરવી જોઈએ કે જ્‍યાં પાણી ભરાયેલા છે તેવા દરેક વિસ્‍તારને ૧૦૦% નિષ્‍ફળ ગણી સર્વેનું કામ પૂર્ણ જાહેર કરવું જોઈએ અને ખાસ કરીને ઘેડ વિસ્‍તારમાં, દ્વારકાના રાવલ અને તેની આસપાસના ગામોમાં જે તારાજી સર્જાઈ છે ત્‍યાં બધા જ ખેતરોમાં ૧૦૦% પાક નિષ્‍ફળ જ હોય તેમાં સરકારે પાણી ઉતરે તેની રાહ જોવાના બદલે સ્‍પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ

      આ વર્ષે અતિવળષ્ટિમાં ખેડૂતોને પાક નુકશાનીની સાથે સાથે જમીન ધોવણનું ખૂબ મોટું નુકસાન થયું છે જેની નુકશાનીનો અંદાજ મુકવામાં કેલ્‍કયુલેટરના આંકળાઓ ગોટે ચડી જાય એવડું મોટું નુકશાન થયું છે ઘેડ વિસ્‍તારના ૬૪ ગામો સરકારના આંકડાઓ મુજબ સંપર્ક વિહોણા થયા હતા ઘેડ વિસ્‍તારમાં ૧૫૦ કરતા વધારે જગ્‍યાએ નદી ખેડૂતોના ખેતરમાંથી નીકળી હોવાનું સરકારી તંત્ર સ્‍વીકારી રહ્યું છે રાવલ અને તેની આસપાસના ગામોમાં ત્રણ ત્રણ નદીઓ એક સાથે ખાબકી અને તેના કારણે ખેડૂતોના ખેતરો ધોવાયા છે ઉપરોક્‍ત ત્રણ જિલ્લાના આવા ઓછામાં ઓછા બે થી ત્રણ હજાર ખેડૂતોને જમીન ધોવાણનું અકલ્‍પનિય નુકશાન થયું છે અને આヘર્યજનક વાત એ છે કે આ જમીન ધોવાણનું સર્વે કરવા હજુ સુધી ન તો કોઈ કળષિ નિષ્‍ણાત કે ન કોઈ ઈજનેર હજુ સુધી સર્વે કરવા આવ્‍યા છે

આ અતિવળષ્ટિના કારણે એકલા ઘેડ વિસ્‍તારમાં જ અંદાજે એક લાખ હેકટરમાં ખૂબ મોટું પાક નુકસાન થયું છે ઘેડ વિસ્‍તારમાં જ ઓછામાં ઓછા ૧૫૦૦ થી ૨૦૦૦ ખેડૂતોને જમીન ધોવાણ થયું છે આ ઉપરાંત દ્વારકા પોરબંદર અને જૂનાગઢના અન્‍ય વિસ્‍તારોમાં જે પાક નુકશાની અને જમીન ધોવાણ થયું એ અલગ છે આમ આ અતિવળષ્ટિના કારણે અંદાજે એક લાખ કરોડનું નુકશાન ખેડૂતોને થયું છે ત્‍યારે અમારી બહુ  સ્‍પષ્ટ માંગ છે કે રાજ્‍ય સરકાર ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્‍વરૂપે થયેલ નુકશાનીના ૧૦% વળતર સ્‍વરૂપે આપે તો પણ ૧૦,૦૦૦ કરોડનું આર્થિક પેકેજ પાક નુકસાની અને જમીન ધોવાણનું આપવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની અને ખેડૂતોની માંગ છે

    આ ઉપરાંત જેતપુર અને તેની આસપાસના ડાઈંગ ઉદ્યોગકારો દ્વારા ઊબેણ નદીમાં જે ઝેરી કેમિકલ યુક્‍ત પાણી છોડવામાં આવે છે તેના કારણે ખેડૂતોના ઉભા પાક બરબાદ થઈ રહ્યા છે, જમીન બંજર થઈ રહી છે, ઊબેણ નદી કાંઠાના ગામો અને આખા ઘેડ વિસ્‍તારમાં ચામડીના રોગો ખૂબ વકરી રહ્યા છે લોકોના આરોગ્‍ય સાથે ચેડા થઈ રહયા છે

જેતપુર ડાઈંગ ઉદ્યોગને કેમિકલ શુદ્ધિકરણ માટે ભાટગામ ખાતે બનાવવામાં આવેલ વોશિંગ ઘાટ યોજના માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે આ ઉદ્યોગ દ્વારા કેમિકલ કચરાના કારણે થતા પ્રદુષણ સામે નેશનલ ગ્રીન ટ્રિબ્‍યુનલ સુધી ફરિયાદો થઈ છે નેસનલ ગ્રીન ટ્રિબ્‍યુનલ નામદર સુપ્રીમ કોર્ટમાં પણ ધા નાખી છે ત્‍યારે સવાલ એ થાય છે કે જે ભાટગામ વોશિંગ ઘાટ બનાવવામાં આવ્‍યો છે તે કેમીકલ કચરાને શુદ્ધ કરવાને બદલે આખું વર્ષનો કેમીકલ કચરો સંગ્રહ કરી જ્‍યારે ઊબેણ નદીમાં પુર આવે ત્‍યારે પાઇપ દ્વારા સંગ્રહ કરેલો બધો જ કચરો નદીમાં ઠાલવી દેવામાં આવે છે GPCB દ્વારા અનેક ક્‍લોસર આપવામાં આવ્‍યા છે છેલ્લા પાંચ વર્ષમાં ૪૩ લાખનો દંડ આ ઉદ્યોગ એસોસિએશન ને આપવામાં આવ્‍યો છે તેમ છતાં જેતપુર અને તેની આસપાસના ભાજપના રાજકીય નેતાઓ અને GPCBની હપ્તાખોરીના કારણે હજારો ખેડૂતો, આ વિસ્‍તારના લાખો નાગરિકો આ પ્રદુષણનો ભોગ બની રહ્યા છે તેમ છતાં સવાલ એ છે કે GPCB ના અધિકારીઓ અને નેતાઓના હપ્તાઓ ચાલુ રહે તે માટે હજારો ખેડૂતોના પાક અને જમીનને નુકશાન થાય, લાખો લોકોના આરોગ્‍ય જોખમમાં મુકાય પણ સરકાર કયાં સુધી મૌન રહેશે.

    અમારી બહુ સ્‍પષ્ટ માંગ છે કે ૧) ખેડૂતોને એક લાખ કરોડનું નુકશાની છે તેની સામે ઓછામાં ઓછું દસ હજાર કરોડનું પેકેજ આપવમાં આવે, ૨)જેતપુર ડાઇંગ ઉદ્યોગ દ્વારા છોડવામાં આવતા ઝેરી કેમીકલ યુક્‍ત કચરો સદંતર બંધ કરવામાં આવે, ૩) ઘેડ વિસ્‍તાર માટે ૅઘેડ વિકાસ નિગમૅ બનાવવામાં આવે ૪) ચાલુ વર્ષે ઘેડ વિસ્‍તારમાં થયેલ પાક નુકશાની, જમીન ધોવાણ માટે સ્‍પેશિયલ પેકેજ આપવામાં આવે અન્‍યથા અમારે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા લોકોને સાથે રાખી ગાંધી ચીંધ્‍યા માર્ગે આંદોલન કરવું પડશે.

(2:10 PM IST)