<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

ધ્રોલના ઇટાળામા આર એન્ડ બી પંચાયત વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર નીલરાજસિંહ બારડ ઉપર કોન્ટ્રાક્ટરનો હુમલો

સાઇટ ઉપર નિરીક્ષણ કરવા ગયા ત્યારે કોઈપણ કારણસર હુમલો કરતા તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ : જામનગર જિલ્લામાં R&Bના અધિકારી પર હુમલો થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલના ઇટાળા ગામે આર એન્ડ બી પંચાયત વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર નીલરાજસિંહ બારડ ચાલુ સાઈટ પર નિરીક્ષણ કરવા ગયા હતા.

     નિરીક્ષણ દરમિયાન કોન્ટ્રાક્ટરે અચાનક જ અધિકારી પર  હુમલો કરતા અધિકારીને માથાના અને અન્ય ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે.

       સમગ્ર મુદ્દે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે

(તસવીર  : કિંજલ કારસરીયા, જામનગર)

(4:45 PM IST)