News of Thursday, 8th August 2024
મોરબી વકીલ મંડળ દ્વારા જજની બદલી થતા વેલકમ-ફેરવેલ પાર્ટી યોજાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા વકીલ મંડળ દ્વારા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દેવધરા સાહેબનો તેમજ નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા સાહેબ અને એડીશનલ જજ પંડ્યા સાહેબની સ્પે. પોક્સો કોર્ટમાં બદલી થતા વેલકમ અને ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી બાર એસો દ્વારા આયોજિત સમારોહમાં ડીસ્ટ્રીકટ જજ દેવધરા સાહેબ અને નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા સાહેબ અને મોરબી બાર એસો પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું બારના પ્રમુખ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોરબી બારના સેક્રેટરી વિજયભાઈ શેરસીયા, ઉપપ્રમુખ ટી બી દોશી, સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
