<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

બપોર બાદ ભુપેન્‍દ્રભાઈ પટેલ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના પ્રવાસે

હરસિધ્‍ધિ સાંસ્‍કૃતિક વન લોકાર્પણ અને સ્‍ટેજ કાર્યક્રમ બાદ પોરબંદર કલેક્‍ટર કચેરી ખાતે સમીક્ષા બેઠકમાં અધિકારીઓને માર્ગદર્શન આપશે

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૮: મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ આજે તા.૮ ઓગષ્ટના બપોર બાદ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના પ્રવાસે પધારી રહયા છે.

મુખ્‍યમંત્રીશ્રી દેવભૂમિ દ્વારકા જિલ્લાનાᅠ ગાંધવી (હર્ષદ) ખાતે રાજય વન મહોત્‍સવ અને હરસિદ્ધિ સાંસ્‍કૃતિક વન લોકાર્પણ કાર્યક્રમમાં સાંસ્‍કૃતિક વનનું લોકાર્પણ કરવાના છે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલનું પોરબંદર એરપોર્ટ ખાતે સૌપ્રથમ સ્‍વાગત કરવામાં આવશે.

હર્ષદ ગાંધવી ખાતે હરસિધ્‍ધિ માતા ના મંદિરે સૌ પ્રથમ દર્શન કરી ૨૩મા સાંસ્‍કૃતિક વન પરિસરમાં નિરીક્ષણ અને તકતી અનાવરણ કરશે. ત્‍યારબાદ સ્‍ટેજ કાર્યક્રમ અને ‘એક પેડ મા કે નામ અભિયાન' અંતર્ગત વૃક્ષારોપણ પણ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ કરવાના છે.

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ની પ્રેરણાથી વન મહોત્‍સવ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોએ પણ એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષારોપણ કર્યું છે તે વન પરિસરનું પણ મુખ્‍યમંત્રીᅠ નિરીક્ષણ કરશે.

આ તકે પ્રવાસન સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વન અને પર્યાવરણ કલાઇમેટ ચેન્‍જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરા, કુંવરજીભાઇ બાવળીયા, મુકેશભાઇ પટેલ, પૂનમબેન માડમ, પબુભા માણેક સહિતના ઉપસ્‍થિત રહેશે.

હર્ષદ ખાતેના બપોરે ૪ વાગ્‍યે હરસિધ્‍ધિવન લોકાર્પણ કાર્યક્રમો પછી સાંજે ૬ વાગ્‍યા આસપાસ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ પોરબંદર ખાતે કલેકટર કચેરીના સભાખંડમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરશે.

તાજેતરમાં ભારે વરસાદ બાદ રાજય સરકારના માર્ગદર્શનમાં ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તેમજ સ્‍વચ્‍છતા સફાઈ અભિયાન અને સર્વેની કામગીરી અને અન્‍ય અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં કાયમી આયોજનો અંગેᅠ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ માર્ગદર્શન આપશે.

હરસિધ્‍ધિ વન પ્રવાસીઓ માટેનું નવું નજરાણુ

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ'અભિયાનને સફળ બનાવવા મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્‍થિતિમાં આગામી તા. ૦૮-૦૮-૨૦૨૪ના રોજ દેવભૂમિ દ્વારકાના કલ્‍યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્‍વ ધરાવતા હરસિધ્‍ધિ માતા મંદિર ખાતે આ વર્ષે ‘૭૫મો વન મહોત્‍સવ'યોજાશે અને ૨૩માંᅠ સાંસ્‍કૃતિક વન ‘હરસિધ્‍ધિ વન'નું લોકાર્પણ કરશે.ᅠ

સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્‍કૃતિની ઝલક દર્શાવતી શ્નસૌરાષ્ટ્રની સુગંધઙ્ખથીમ સાથે સાંસ્‍કૃતિક ‘હરસિધ્‍ધિ વન'માં નવા અભિગમ સાથે પ્રવાસીઓને અનેક આકર્ષણો જોવા મળશે.ᅠ

દ્વારકા-સોમનાથ સાંસ્‍કૃતિક કોરીડોરની મધ્‍યમાં આવેલ આ વન લોકોને મોટી સંખ્‍યામાં આકર્ષિત કરશે. તેમજ નેશનલ હાઇ-વે ૫૧ ના મુખ્‍ય માર્ગથી ૨ કી.મી. દુર હોવાથી લોકોનો પ્રવાસ પણ સુગમ રહેશે. આ વનમાં મુખ્‍ય દ્વાર, પ્રવેશ ૫રિસર, હરસિધ્‍ધિ માતાજી સાંસ્‍કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી કૃષ્‍ણ ઉ૫વન, શ્રી કૃષ્‍ણ કમળ વાટીકા વગેરે જેવા સાંસ્‍કૃતિક આકર્ષણોનું નિમાર્ણ કરવામાં આવ્‍યું છે.ᅠ

આ વનમાં મુખ્‍ય વન તરીકે સ્‍વાગત વાટીકા, આયુષવન, વન કવચ, વાઇલ્‍ડ લાઇફ ઝોન, તાડ વાટીકા, ૫વિત્ર ઉ૫વન, સ્‍ટોન મેઝ ગાર્ડન, સ્‍ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેકટસ વાટીકા વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવ્‍યુ છે.ᅠ

આ ઉપરાંત બાળ વાટીકા, સેલ્‍ફી પોઇન્‍ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન, ગઝેબો, સનસેટ પોઇન્‍ટ પ્રવાસીઓને આકર્ષીત કરશે. પર્યટકોની સુગમતા ધ્‍યાને લઇ પાર્કીગ એરીયા, ટોયલેટ અને પીવાના પાણી, રોપા વેચાણ કેન્‍દ્ર જેવી જન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

આ વનમાં સ્‍થાનિક પ્રજાતિના વૃક્ષો જેવા કે વડ, પીપળો, પ્રાગ વડ, દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ પીલુ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે. વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત ૪૧૬૧૯ રોપાઓનું વાવેતર કરવામાં આવ્‍યુ છે.

(10:05 AM IST)