<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

ઉના ગ્રામ્‍ય વિસ્‍તારોને લાગુ હાઇ-વે ઉપર વધતા અકસ્‍માતોઃ સર્કલ બનાવવા માંગણી

 

(નવીન જોષી દ્વારા) ઉના તા.૮:  તાલુકાના ગાંગડા ગામે નેશનલ હાઇવે નં. ૮ચ્‍ પસાર થાય છે. આ હાઈવેની આજુબાજુના ગામડાને જોડતો  રસ્‍તો મળે છે. ત્‍યાં કોઈપણ પ્રકારા સર્વિસ રોડ, ડિવાઈડર  કે સર્કલ આપેલ નથી. જેના લીધે ગામડામાં જતા લોકોને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. અને અવાર નવાર વાહન ચાલકો રાહદારીઓ ગંભીર અકસ્‍માતનો ભોગ બની રહ્યા છે. જેથી હાઈવે પર ગાંગડા ગામ સર્વિસ રોડ અથવા સર્કલ બનાવવા માંગ કરી હતી.

હાઇવે પરથી ગાંગડા, સનખડા, ખત્રીવાડા, પાતાપુર, દુધાળા, માણેકપુર, મોઠા, સિમર, અને ગાંગડા સહીતનાં ગામના લોકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે.

ગાંગડા ગ્રામ પં.સરપંચ ગજરાબા નાનુભા, તાલુકાના પંચાયત ઉપપ્રમુખ હનુભા ગોહિલ, ઉંટવાળા ગ્રામ સરપંચ જોરૂભા ગોહિલ, જીલ્લા પંચાયત સદસ્‍ય વીરાભાઇ ઝાલા, સનખડા ગ્રામ પંચાયતના, તાલુકા પચાયતના સદસ્‍ય પુનુબા માંડણભાઇ ગોહીલ, તાલુકા ભાજપ યુવા મોરચા સદસ્‍ય દિપસિંહ ગોહિલ, વિશ્વાસ જાદવ તથા આ ગામોના આગેવાન સહીતના અલગ અલગ પાંચ ગામોના પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરી કે સર્વિસ રોડ અથવા સર્કલ ના હોવાના કારણે અત્‍યાર સુધીમાં છ થી સાત લોકોના અકસ્‍માતના કારણે મુત્‍યુ નિપજ્‍યા છે. જેથી આ વિસ્‍તારમાં સર્વિસ રોડ અથવા સર્કલ બનાવવા માંગ કરી છે.

(2:16 PM IST)