હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શનિવારથી જુનાગઢમાં અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાના ઉપક્રમે ભવ્ય શિવ મહાપુરાણ કથા
શાષાી ઉમેશભાઇ વ્યાસ કથાનું રસપાન કરાવશેઃ પોથીયાત્રામાં ગિરીશભાઇ કોટેચા, પૂ. સુખરામદાસબાપુ સહિતના જોડાશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૮ :.. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઇ કોટેચાના માર્ગદર્શન હેઠળ સ્વ. અશોકભાઇ શાંતિલાલ દેવાણીના સ્મરણાર્થે આગામી તા. ૧૦ ને શનિવારથી તા. ૧૮ ને રવિવાર સુધી ગીરીશભાઇ કોટેચાના ગીરીરાજ વીલા નિવાસ સ્થાને ગિરનાર દરવાજા પાસે દરરોજ સાંજે ૪ થી ૮ શાષાી ઉમેશભાઇ વ્યાસ પોતાની આગવી શૈલીમાં સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવશે.
શનિવારે બપોરે ૩ કલાકે વાજતે ગાજતે પોથીયાત્રા નિકળશે જેમાં ગીરીશભાઇ કોટેચા તેમજ મેંદરડા ખાખી મઢી રામજી મંદિરના મહંત પૂ. સુખરામદાસબાપુ સહિતના જોડાશે આ કથાના પ્રેરણાસ્ત્રોત ડોલરભાઇ કોટેચા, ગીરીશભાઇ કોટેચા, પ્રો. પી. બી. ઉનડકટ, મહેન્દ્રભાઇ મશરૂ, પ્રદિપભાઇ ખીમાણી તેમજ અતિથી વિશેષ તરીકે ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, ગીતાબેન પરમાર, હરેશભાઇ પરસાણા, મનન અભાણી, મનસુખભાઇ વાજા, નાગભાઇ વાળા, વિજયભાઇ ઉનડકટ, વિશાલભાઇ સોઢા સહિતના મહાનુભવો કથા શ્રવણનો લાભ લેશે.
આ કથા દરમ્યાન મહાત્મય સતીની ઉત્પતીની કથા બ્રહ્માવિષ્ણુ વિવાહ પ્રાગટય શિવ પુજાનું મહત્વ કુમાર અને ગણેશનું ચત્રિ ભગવાન શિવના અવતારની કથા ૧ર જયોતિલિંગન, વર્ણન શિવરાત્રીનું મહાત્મય સહિતના અલૌકિક પ્રસંગો ઉજવાશે. આ કથાને સફળ બનાવવા પ્રોજેકટ ચેરમેન યુગ (યશ) દેવાણી તેમજ અશોકભાઇ સિરોદરીયા, દિપકભાઇ રાજા, દિપલભાઇ રૂપારેલીયા સહિત આયોજક ટીમ અને જલારામ ઝૂપડી મહીલા મંડળ જુનાગઢની મહિલાઓ સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
