<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

જુનાગઢમાં શ્રીજી ક્રેડીટ સોસાયટીના નામે છેતરપિંડી કરનારા ૩ ઝડપાયા

ભુવન વ્યાસ, પરાગ નિમાવત, ઉત્તમ કાછડીયાનાં રિમાન્ડની તજવીજ : ૨૪ લોકો સાથે છેતરપિંડી કરી'તી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૮ : જુનાગઢમાં શ્રીજી ક્રેડીટ કો-ઓ. સોસાયટીના નામે નાણાની છેતરપીંડી કરનારા ૩ શખ્સોને જુનાગઢ એસઓજી ટીમે ઝડપી લીધા છે.

પોલીસે ભુવન જયવંતભાઈ વ્યાશ, બ્રાહ્મણ ઉવ.૪૩ ધંધો. પ્રાઈવેટ નોકરી રહે.૪૦૪ અક્ષરધામ એપા. બસ સ્ટેન્ડ પાછળ, ગીરીરાજ મેઈન રોડ, જૂનાગઢ, પરાગ રમેશભાઇ નિમાવત, બાવાજી, ઉ.વ.-૪૩, ધંધો- પ્રા.નોકરી, રહે. બ્લોક નંબર ૨૨૨, દિપાજલી સોસાયટી-૧, વંથલી રોડ, ટીંબાવાડી, જૂનાગઢ, ઉત્ત્।મભાઇ દેવશીભાઇ કાછડીયા, પટેલ, ઉ.વ.-૩૮, ધંધો- ખેતી, રહે. બસ સ્ટેશન પાસે, ચિરોડા, તા.મેંદરડા, જી.જૂનાગઢ સામે ગુન્હો નોંધ્યો છે અને ધરપકડ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

આરોપીઓએ આગોતરૃ આયોજન કરી શ્રીજી ક્રેડીટ કો.ઓ.સોસાયટીના નામે કપટ કરવાના ઈરાદે ફરિયાદીને વિશ્વાસમાં લઈ વ્યાજ સાથે સવા ગણા રકમ પરત આપવાનો તેમજ વધુ પ્રમાણમાં નફો મળશે તેવી સ્કીમનાં રોકાણ કરવા જણાવી ફરિયાદી તથા ફરિયાદીના કુટુંબીજનોના ફીકસ ડીપોઝીટ તથા પાંચ વર્ષે પાકતી મુદતે પેન્શન અંગેની સ્કીમમાં તથા ટૂ-વ્હીલ સ્કીમના નામે રોકાણ કરાવી તથા માસીક બચત યોજના તથા સેવીંગ એકાઉન્ટની મુદત વીતી ગયા બાદ પણ આરોપીઓએ કપટપૂર્વક નાણાં નહી ચુકવી જે તમામ રકમ આરોપીઓએ પોતાના ઉપયોગમાં રાખી લઈ ફરિયાદી તથા અન્ય ગ્રાહકો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી તથા અન્ય આશરે ૨૪ જેટલા લોકો સાથે લાખો રૃપીયાની વિશ્વાસઘાત, છેતરપીંડી કરી આરોપીઓ જુનાગઢ જીલ્લામાં આવેલ તમામ ઓફીસો બંધ કરી જતા રહી ગુનો કરેલ છે.

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી, નિલેશ જાજડીયાની સુચના તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક, હર્ષદ મહેતાની સુચના અને માર્ગદર્શન મુજબ બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૪૨૪૦૫૮૨ IPC કલમ ૪૦૯, ૧૨૦બી તથા જી.પી.આઈ.ડી, એકટ કલમ ૩ તથા પ્રાઈઝ ચીટ્સ એન્ડ મનિ સકર્યુલેશન (બેંનીંગ) એકટ ૧૯૭૮ની કલમ ૪, ૫, ૬ મુજબ દાખલ થયેલ ગુનાના કામના આરોપીઓને વહેલીતકે પકડી પાડવા સુચના થયેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી પી.કે.ચાવડા દ્વારા ગુનાના કામના કુલ-૦૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસની તજવીજ ચાલુ છે.આ કેસ અંગે જુનાગઢ જીલ્લામાં શ્રીજી ક્રેડીટ કો.ઓ. સોસાયટીના નામે કોઇ નાગરીક છેતરપીંડીનો ભોગ બનેલ હોય તો અત્રેની એસ.ઓ.જી. શાખાનો રૃબરૃ સંપર્ક કરવા જાહેર જનતાને આહ્વાન કરવામાં આવે છે.

(11:11 AM IST)