<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

ધોરાજીના નાની પરબડીમાં કારખાનાની ગટરમાંથી માનવ ખોપડી મળતા તપાસનો ધમધમાટ

સ્ત્રીની છે કે પુરૂષની, આત્‍મહત્‍યા કે હત્‍યા ? તે દિશામાં તપાસ

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા. ૮ : ધોરાજીના નાની પરબડી ગામે બંધ પડેલાં કારખાનાની ગટરમાંથી માનવ કંકાલની ખોપડી મળતાં પોલીસે માનવ કંકાલને પીએમમાં મોકલવા માટે તજવીજ હાથ ધરી છે.

ધોરાજીનાં નાની પરબડી ગામે બંધ પડેલા કારખાનામાં ગટરમાં માનવ કંકાલની ખોપડી પડી હોવાની ધોરાજી તાલુકા પોલીસ મથકને જાણ થતાં પોલીસ સ્‍ટાફ દોડી જઇને માનવ કંકાલને પીએમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ધોરાજી તાલુકા પોલીસ મથકનાં પીએસઆઇ ગોહિલે જણાવ્‍યું હતું કે નાની પરબડી ગામે બંધ કારખાનામાં માનવ કંકાલ મળતાં પોલીસે આ માનવ કંકાલને ફોરેન્‍સિક પીએમ માટે મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ માનવ કંકાલ કોનૂ તેની ઓળખ સહિતના મામલે તપાસ નો ધમધમાટ ધોરાજી તાલુકા મથકના પીએસઆઇ ગોહિલ સહિતના પોલીસ સ્‍ટાફે હાથ ધરેલ છે.

જ્‍યારે રાજકોટથી ડોગ સ્‍કોડ તેમજ ફોરેન્‍સિક લેબોટરીના નિષ્‍ણાતો ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ ખાતે દોડી આવ્‍યા હતા અને તપાસ હાથ ધરી હતી તેમજ માનવ કંકાલની ખોપડી કોની છેસ્ત્રીની છે કે પુરૂષની તેમજ હત્‍યા છે કે આત્‍મહત્‍યા તેમજ માનવ ખોપરી જ મળી છે તો બાકીનો દેહ કઈ બાજુ છે તે બાબતની પણ ખાનગી રાહે તપાસ હાથ ધરી છે.

(1:53 PM IST)