<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

જામનગરમા વર્તમાન સાંસદ, પૂર્વ મંત્રી સહિતના મહાનુભાવો અને વધુ ટેકસ ભરતા નાગરિકો જ્યાં વસવાટ કરે તે સ્વસ્તિક સોસાયટીમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા અને ગંદકીનું સામ્રાજય

જામનગર:: શહેરના પોશ ગણાતા સ્વસ્તિક સોસાયટીમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જ્યાં વર્તમાન સાંસદ, પૂર્વ મંત્રી સહિતના મહાનુભાવો અને વધુ ટેકસ ભરતા નાગરિકો વસવાટ કરે છે. ત્યાં જ ગંદકીએ માજા મુકી છે. એક તરફ કોલેરા અને ચાંદીપુરા જેવા રોગચાળાના વધી રહેલી પરિસ્થિતિને લઇને સ્થાનિકો વધુ મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. અને તાત્કાલિક ગંદકી અને પાણીના ખાબોચિયા દૂર કરવા માંગણી કરી રહ્યા છે.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:57 AM IST)