<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

વરસાદ-ઝાપટાનું જોર ઘટયું : પવનના સૂસવાટા વધ્‍યા

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ગુજરાતમાં ર૪ કલાકમાં માત્ર ૬૪ તાલુકામાં ઝાપટા પડયાઃ આજે નવસારી-વલસાડ જીલ્લામાં ભારે વરસાદ પડશે

રાજકોટ, તા. ૮ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને ગુજરાતમાં વરસાદનું જોર ઘટયું છે. જો કે પવનનું જોર વધ્‍યું છે.

ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્‍યા બાદ હવે મેઘરાજાની ગતિ ધીમી પડી છે. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૬૪ તાલુકામાં જ વરસાદ વરસ્‍યો છે. એકપણ તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો નથી. સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં ૧૪ મીમી વરસ્‍યો છે. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી એકપણ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો નથી.

આજે હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે. જ્‍યારે કચ્‍છ, મોરબી, સુરેન્‍દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, સુરત, તાપી અને ડાંગમાં હળવોથી મધ્‍યમ વરસાદ થઇ શકે છે.

ગીર સોમનાથ

ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા, તાલાલા, સુત્રાપાડામાં જાપટા પડયા છે.

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા શહેરમાં ઝાપટા પડયા હતા.

(12:17 PM IST)