<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

જસદણ પાસે ઇકો કાર પલ્‍ટી ખાઇ જતા કલોરાણા ગામના મનીષાબેન રાજપરાનું મોત

ઇકો કારમાં સ્‍વાર અન્‍ય ૪ વ્‍યકિતઓને ઇજા થતાજસદણ હોસ્‍પીટલમાં ખસેડાયા

 

તસ્‍વીરમાં પલ્‍ટી ખાઇ ગયેલ ઇકો કાર નજરે પડે છે. (તસ્‍વીર : કરશન બામટા આટકોટ)

(કરશન બામટા દ્વારા) આટકોટ જસદણ કલોરાણા રોડ સવારે ઇકો ગાડી પલ્‍ટી ખાઇ જતા એક મહિલાનું મૃત્‍યુ નિપજયું હતું. જયારે ચારને ઇજા થઇ હતી.

મળતી વિગતો મુજબ જસદણ-કલોરાણા રોડ ઉપર આજે સવારે ઇકો કાર પલ્‍ટી ખાઇ જતા કારમાં સ્‍વાર મનીષાબેન શૈલેષભાઇ રાજપરા રે. કલોરાણા ગામને ગંભીર ઇજા થતા મોત નીપજયું હતું. જયારે અન્‍ય ચારને ઇજા થતા સારવાર અર્થે જસદણ હોસ્‍પીટલમાં ખસેડાયો છે.

ઘટના સ્‍થળે સેવાભાવી લોકોએ ઇજાગ્રસ્‍તોને સારવાર અર્થે હોસ્‍પીટલમાં ખસેડયા હતાં. બનાવની જાણ થતચા જસદણ પોલીસ ઘટના સ્‍થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:23 PM IST)