હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 8th August 2024
ખંભાળિયામાં જર્જરિત મકાનની છત પડીઃ પરિવારજનો બહાર હોવાથી જાનહાની અટકી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ તા. ૮: ખંભાળિયામાં પોરબંદર રોડ પાસે ગુલાબનગર ટેકરી વિસ્તારમાં એક જર્જરીત નળિયવાળી છત વાળા મકાનની છત ઘડાકા સાથે પડતા નાસભાગ થઇ ગઇ હતી.
ગુલાબનગર ટેકરી વિસ્તારમાં ઇમ્તીયાઝ હુસેન બ્લોચ તથા તેમની પત્ની બે વ્યકિત રહેતા હતા તે મકાન જુનું જર્જરીત હોય ગઇકાલે સાજે આ મકાન ની ઉપરની છત ઘડાકા સાથે તુટી પડી હતી સદભાગ્યે મકાનના રહીશો બન્ને પતિ-પત્નિ બહાર હોય તેમનો બચાવ થયો હતો બનાવની જાણ થતા ખંભાળિયા પાલિકા ફાયર વિભાગ કર્મચારીઓ મદદે પહોંચી ગયા હતા.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
