હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 8th August 2024
લોકમેળાની નવી SOP અંગે સુરેન્દ્રનગરમાં પણ કોકડું ગૂંચવાયું :નવી SOP સાથે મેળો યોજવા અંગે આયોજકોનો નનૈયો ભણ્યો
આયોજકોએ ટેન્ડર પરત ખેંચતા લોકમેળાની હરાજી અટકી: આયોજકોએ 19 ટેન્ડર પરત ખેંચીંને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો

સુરેન્દ્રનગર : લોકમેળાની નવી SOP અંગે સુરેન્દ્રનગરમાં પણ કોકડું ગૂંચવાયું છે. નવી SOP સાથે મેળો યોજવા અંગે આયોજકોનો નનૈયો ભણ્યો છે. આયોજકોએ ટેન્ડર પરત ખેંચતા લોકમેળાની હરાજી અટકી છે. ગ્રાઉન્ડની હરાજીમાં SOPનું કડક પાલન કરવાનું કહેતા ટેન્ડર ખેંચાયા છે. આયોજકોએ 19 ટેન્ડર પરત ખેંચીંને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. મેળો નહીં યોજવા આયોજકોએ મક્કમ નિર્ણય લીધો છે, રાઇડ્સ માટે ફિટનેસ સર્ટી, ફાયર સહિતની મંજૂરી જરૂરી છે. નવી SOPમાં જાહેર કરાયેલી બાબતોનું પાલન અને મંજૂરી મુશ્કેલ છે
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
