તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
ઇડીના ફરી સોૈરાષ્ટ્રમાં ધામાઃ જુનાગઢમાં સર્ચ ઓપરેશન
જુનાગઢ બાદ અમદાવાદ, મુંબઇ તથા દિલ્હીમાં પણ દરોડાઃ વિવિધ બેંક ખાતામાંથી ૮ કરોડ રૂપિયા કર્યા સીઝ, ૧૨ લાખથી વધુની રોડક તથા શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત

રાજકોટઃ હાલ સમગ્ર ગુજરાત સેન્ટ્રલ એજન્સી માટે એક એવું સ્થાન બન્યું છે કે જ્યાં હવે આ તમામ એજન્સી દ્વારા સતત દરોડા પાડી બે નામી વ્યવહારો અને કરચોરી જપ્ત કરવામાં આવી રહી છે પહેલા રાજકોટમાં ઇડી આવે એટલે બહુ મોટી વાત ગણાતી પરંતુ હવે એડીની સાથો સાથ આવકવેરા વિભાગ અને જીએસટીના દરોડા યથાવત અને નિર્ધારિત સમયાંતરે જોવા મળે છે એનો મતલબ એ કે હવે દરેક લોકો ખોટું કરતા શીખી ગયા હોય તો નવાઈ નહીં. ત્યારે ગઈકાલે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે કે એ જુનાગઢ, અમદાવાદ, મુંબઈ અને દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ ૨૦૦૨ હેઠળ ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બાતમીના આધારે ઈડીના અધિકારીઓ દ્વારા દેવ એન્ટરપ્રાઇઝ તથા દિવ્યમ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડી તપાસ હાથ ધરી છે. કંપનીના માલિક વિપુલ જોશી અને ડાયરેક્ટર ચોઠાણી એમ ગોબરભાઇ વિરુદ્ધ હાલ તવાઈ બોલાવવામાં આવી છે.તો બીજી તરફ પાવર બેંક એપ ફ્રોડ કેસમાં તન્વી ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર સુરેન્દ્રનગર ચપલોટ, પીતલ કિંગ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર ચિરાગ પટેલને ત્યાં પણ સરચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે. ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારોની સાથોસાથ રોકડ પણ ઈડીના હાથ લાગી હોવાનું હાલ સૂત્રો જણાવી રહ્યા છે.
એનફોર્સમેન્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં અંદાજે ૮.૫૦ કરોડ વિવિધ બેંક ખાતામાં હાલ ચોકઅપ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં આ તમામ પાસેથી આશરે ૧૨ લાખથી વધુની મતાની રોકડ અનેકવિધ દસ્તાવેજી પુરાવાઓ જે હાથ લાગ્યા છે તેને સીઝ કરી દેવા છે એટલું જ નહીં જે ડિજિટલ ડેટા વિભાગને હાથ તપાસ દરમિયાન લાગ્યા તેને પણ જપ્ત કરી લઈ તેનો અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. હાલ આ તપાસમાં ખૂબ મોટા પ્રમાણમાં ગેરકાયદે વ્યવહારો તથા ગેરરીતી સામે આવે તો નવાઈ નહીં.
હજી ૨૦ દિવસ જેટલો સમય પણ વ્યતીત નથી થયો ત્યાં બીજી વખત ઈ ડી એ સૌરાષ્ટ્રમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે આ પહેલા ઇડી દ્વારા રાજકોટ સ્થિત જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રા.લિ.માં દરોડા પાડયા હતા. થોડા દિવસ અગાઉ જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અમદાવાદ ઝોનલ ઓફિસના અધિકારીઓએ અમદાવાદ અને રાજકોટમાં જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ અને ડાયેરક્ટરોના ઘરે દરોડા પાડયા હતા. કંપનીએ ૧૯૬.૮૨ કરોડની બેન્કમાંથી ક્રેડિટ ફેસેલિટી મેળવીને બેન્કને આર્થિક નુકસાન કરાવ્યું હતું.
બે સપ્તાહ પૂર્વ થયેલ ઇડીની કાર્યવાહીમાં જ્યોતિ પાવર કોર્પોરેશન માંથી મળી આવ્યા અનેક વાંધાજનક દસ્તાવેજો
રાજકોટઃ એરફોર્સમેન્ટ વિભાગ દ્વારા બે સપ્તાહ પૂર્વે જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટરો કમલેશ માવજીભાઇ કટારિયા અને નીતેશ માવજીભાઇ કટારિયા, કમલેશ કુમાર કાંતિલાલ રાજપુરાના ઘરે અને ઓફિસોમાં ઈડીએ દરોડાની કામગીરી હાથ ધરી હતી. ઈડી દ્વારા અમદાવાદમાં ચાર સ્થળે અને રાજકોટ અને ગોંડલમાં ૬ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.(
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
